loader

Breaking News


Home > Sports > ENGvsIND 1st Test : સચીન તેંડુલકર બાદ ટીમ ઈંન્ડિયા માટે સંકટમોચન બન્યો વિરાટ કોહલી


Foto

ENGvsIND 1st Test : સચીન તેંડુલકર બાદ ટીમ ઈંન્ડિયા માટે સંકટમોચન બન્યો વિરાટ કોહલી

Aug. 3, 2018, 11:57 a.m.
      Whatsapp   

માનવમિત્ર, બર્મિઘમ : ટીમ ઈંન્ડિયાનો ભૂતપૂર્વ બેટ્સમેન સચીન તેંડુલકર પોતાના સમયમાં ટીમ ઈંન્ડિયા માટે સંકટમોચન સાબિત થતો હતો. પહેલાનાં સમયમાં એવું કહેવાતુ હતુ કે, જો ટીમમાં સચીન સારું રમશે તો જ ટીમ જીતી શકશે. આજે તે જ ઇમેજ સાથે વિરાટ કોહલીને લોકો જોઇ રહ્યા છે.


ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચોની ટેસ્ટ સીરીઝનાં પહેલા મુકાબલાનાં બીજા દિવસે ભારતે પોતાના પ્રથમ દાવમાં 274 રન બનાવ્યા. ઈંગ્લેન્ડે પોતાના પ્રથમ દાવમાં 287 રન બનાવ્યા હતા. આ જોતા ઈંગ્લેન્ડ પાસે 13 રન વધારે છે. જો કે ટીમ ઈંન્ડિયાએ મેળવેલ આ સ્કોરનો પૂરો શ્રેય કેપ્ટન વિરાટ કોહલીને જાય છે. જેણે મેદાનમાં ટકીને પોતાની સદી પૂરી પણ કરી અને ટીમને પોતે સંકટમોચન હોવાનો અહેસાસ પણ અપાવ્યો.




ટીમ ઈંન્ડિયાનાં પ્રથમ દાવમાં બેટ્સમેનોનાં ખરાબ પ્રદર્શનનાં કારણે ટીમને ભારે નુકાસાન થયુ હતુ. જો કે એક તરફથી વિકેટ બચાવીને વિરાટ કોહલીએ ટીમ ઈંન્ડિયાની લાજ બચાવવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો. તમને જણાવી દઇએ કે ટીમ ઈંન્ડિયાએ માત્ર 100 રનમાં જ પોતાની પાંચ વિકેટો ખોઇ દીધી હતી.


પહેલાની ટીમ ઈંન્ડિયામાં જે રીતે સચીન મેદાનમાં રમતો રહે તો જ ટીમની જીતવાની આશામાં વધારો થાય તેવી જ રીતે આજે વિરાટ કોહલી જાણે ટીમ ઈંન્ડિયાનો સંકટમોચન બની ગયો છે. જો વિરાટ મેદાનમાં રમતો રહે તો ડ્રેસીંગરૂમમાં પણ સકારાત્મક વિચારનો સંચય થતો દેખાય છે. પ્રથમ ટેસ્ટમાં વિરાટ કોહલીએ મેદાનમાં ટકી 225 બોલમાં 149 રન બનાવી ઈંગ્લેન્ડને કડી ટક્કર આપવાનો પ્રયત્ન કર્યો હતો.