loader

Breaking News


Home > Sports > વિરાટ કોહલી થયો ઇજાગ્રસ્ત, ઇંગ્લીશ કાંઉન્ટીમાં નહી રમી શકે


Foto

વિરાટ કોહલી થયો ઇજાગ્રસ્ત, ઇંગ્લીશ કાંઉન્ટીમાં નહી રમી શકે

May 25, 2018, 1:42 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ગરદનમાં ઇજા થવાના પરિણામ સ્વરૂપે ઇંગ્લીશ કાઉન્ટી ક્રિકેટમાં રમી શકશે નહીં. બીસીસીઆઈએ આજે આ અંગેની માહિતી આપી હતી. બીસીસીઆઈએ કહ્યું હતું કે, કોહલી કાંઉન્ટી ક્રિકેટમાં રમી શકશે નહીં. ઇજામાંથી બહાર આવવા માટે કોહલીને ત્રણ સપ્તાહની જરૂર પડશે. કોહલીના ફિટનેસ ટેસ્ટ ૧૫મી જૂનનાં દિવસે કરવામાં આવશે. ત્યારબાદ જ ઇંગ્લેન્ડનાં પ્રવાસમાં તેની ઉપસ્થિતિના સંદર્ભમાં કોઇ નિર્ણય લઇ શકાશે.



ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ તરફથી નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું છે કે, કોહલી ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ પ્રવાસથી પહેલા કાંઉન્ટી ક્રિકેટમાં હિસ્સો લઇ શકશે નહીં. હકીકતમાં કોહલી બુધવારનાં દિવસે તપાસ માટે એક હોસ્પિટલમાં પહોંચ્યો હતો. ત્યારબાદ એવા અહેવાલ આવ્યા હતા કે તેને સ્લીપ ડિસ્ક થઇ ગયું છે અને તે ઇંગ્લેન્ડનાં પ્રવાસ પહેલા સરે માટે કાંઉન્ટી ક્રિકેટમાં રમી શકશે નહીં. મોડેથી બોર્ડનાં એક અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, વિરાટને સ્લીપ ડિસ્ક થયું નથી. આ મામલો નેકસ્પ્રેનનો રહેલો છે. બોર્ડ તરફથી કહેવામાં આવ્યું છે કે, વિરાટના કાંઉન્ટી ક્રિકેટમાં નહીં રમવાનો નિર્ણય મેડિકલ દ્વારા ચેકઅપ બાદ લેવામાં આવ્યો છે. ટીમ ઇન્ડિયાનાં કેપ્ટનને બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખમાં ટેસ્ટમાંથી પસાર થવું પડશે. તેના પર બીસીસીઆઈની ટીમ નજર રાખશે. કોહલી ટૂંકમાં જ ટ્રેનિંગ પણ શરૂ કરી શકશે. ૧૫મી જૂનનાં દિવસે બેંગ્લોરમાં એમસીએમાં ફિટનેસ ટેસ્ટ થશે. મેડિકલ ટીમને આશા છે કે, તે આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડનાં પ્રવાસ પહેલા ઠીક થઇ જશે.

બીસીસીઆઈનાં કારોબારી અધ્યક્ષ અમિતાભ ચૌધરીએ નિવેદન જારી કરીને કહ્યું છે કે, સનરાઈઝ હૈદરાબાદની સામે બેંગ્લોરનાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ૧૭મી મે ૨૦૧૮નાં દિવસે આઈપીએલની ૫૧મી મેચમાં કોહલીને ગરદનમાં ઇજા થઇ હતી. ત્યારબાદ પીડા ઓછી થઇ ગઇ હતી પરંતુ સાવચેતીનાં પગલારૂપે તે ચકાસણી માટે ગયો હતો. આ પહેલા વિરાટની ફિટનેસને લઇને વિરોધાભાષી અહેવાલ આવી રહ્યા હતા. કેટલાક અધિકારીઓએ કહ્યું હતું કે, થાકનો મામલો રહેલો છે પરંતુ વર્ક મેનેજમેન્ટની વાત પણ થઇ રહી હતી. અમે વર્કલોડની મોનિટરિંગ કરી રહ્યા છે. એવી યોજના તૈયાર કરવામાં આવી રહી છે જેના ભાગરુપે કાંઉન્ટી અવધિને ઘટાડી શકાય. ભારતીય કેપ્ટનની ફિટનેસનાં મામલે પ્રશ્નનાં જવાબમાં અધિકારીએ કહ્યું હતું કે, વિરાટે બુધવારનાં દિવસે જ ફિટનેસ ચેલેન્જનો વિડિયો શેયર કર્યો છે. રાજ્યવર્ધનસિંહ રાઠોડે ટ્વીટર પર ફિટનેસ ચેલેન્જ અભિયાનની શરૂઆત કરી છે. રાઠોડે કોહલીને પણ ચેલેન્જ ફેંકીને આની શરૂઆત કરી હતી. ત્યારબાદ કોહલીએ આ ચેલેન્જ સ્વીકારીને મોદીને ચેલેન્જ કરી હતી. વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ટેસ્ટનાં બદલે કાંઉન્ટી ક્રિકેટમાં રમનાર હતો. ૨૦૧૪માં ઇંગ્લેન્ડ પ્રવાસ પર તે પાંચ ટેસ્ટ મેચોમાં ૧૩.૧૪ રનની સરેરાશ સાથે માત્ર ૧૩૪ રન બનાવી શક્યો હતો.