loader

Breaking News


Home > Sports > વિરાટ કોહલીની જગ્યાએ રોહિત શર્માને જવાબદારી


Foto

વિરાટ કોહલીની જગ્યાએ રોહિત શર્માને જવાબદારી

Nov. 28, 2017, 9:05 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નાગપુર : સતત ક્રિકેટ અને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ વચ્ચે ઓછા સમય મળવાને લઇને વિરાટ કોહલીની નારાજગીને બીસીસીઆઈએ ગંભીરતાથી લીધી છે. આની સાથે જ શ્રીલંકા સામે રમાનારી ત્રણ વનડે મેચોની શ્રેણીમાં વિરાટ કોહલીને આરામ આપવાનો નિર્ણય કરાયો છે. કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્મા કેપ્ટન તરીકેની ભૂમિકામાં રહેશે.

આ અગાઉ એવા અહેવાલ આવ્યા હતા કે, દક્ષિણ આફ્રિકાના મહત્વપૂર્ણ પ્રવાસ પહેલા વિરાટ કોહલીને આરામ આપવામાં આવી શકે છે. ટીમમાં યુવા ખેલાડી શ્રેયાસ અય્યરને ફરી તક અપાઈ છે. શ્રીલંકા સામે ટેસ્ટ શ્રેણીમાં આરામ આપવામાં આવ્યા બાદ હાર્દિક પંડ્યાનો ફરી ટીમમાં સામેલ કરાયો છે. વનડે ટીમમાં રવિચંદ્રન અશ્વિન અને જાડેજાને તક મળતા આશ્ચર્યનું મોજુ ફરી વળ્યું છે.

ટીમની બોલિંગની જવાબદારી યુવા ચહેરાઓને સોંપી દેવામાં આવી છે. યોર્કર સ્પેશિયાલિસ્ટ જસપ્રિત બુમરાહ અને ભુવનેશ્વર કુમારની સાથે આઈપીએલ ધમાલ મચાવી ચુકેલા સિદ્ધાર્થ કોલને સામેલ કરાયો છે. સ્પીનર તરીકે યુજવેન્દ્ર ચહેલની સાથે કુલદીપ યાદવ અને અક્ષર પટેલને મુખ્ય જવાબદારી સોંપાઈ છે.

વનડે ટીમમાં જાડેજા અને અશ્વિન પર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો નથી. શ્રીલંકા સાથે ત્રણ ટેસ્ટ મેચો માટે પણ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ટીમમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યા નથી. પહેલા પણ એવી આશા હતી કે, ત્રીજી ટેસ્ટમાં કોહલીને આરામ આપવામાં આવશે પરંતુ ત્રીજી ટેસ્ટમાં કોહલી ટીમનું નેતૃત્વ કરશે. નાગપુર ટેસ્ટમાં જીત બાદ એવી અટકળો ચાલી રહી હતી કે, બોલિંગમાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવશે.

જાડેજાની જગ્યાએ કુલદીપ યાદવને તક મળી શકે છે. આજે પસંદગી સમિતિની બેઠક બાદ હવે તમામની નજર આફ્રિકાના પ્રવાસ ઉપર રહેશે. વિદેશમાં કોઇપણ ટોપની ટીમ સામે કોહલીની આ મોટી પરીક્ષા રહેશે. ભારત દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ૧૭ સભ્યોની ટીમ સાથે જશે જેમાં ચાર મુખ્ય ઝડપી બોલરો, ત્રણ સ્પીનરો અને બે સ્પીનરો અન્ય રાખવામાં આવશે. હાલમાં વનડે ટીમમાંથી વિરાટ કોહલીને આરામ આપીને રોહિત શર્માને કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવ્યા બાદ કરોડો ક્રિકેટ ચાહકોમાં આજે દિવસ દરમિયાન આની ચર્ચા રહી હતી. ટીમ નીચે મુજબ છે.

રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, અજિક્ય રહાણે, શ્રેયાસ અય્યર, મનિષ પાંડે, કેદાર જાદવ, દિનેશ કાર્તિક, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહેલ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, સિદ્ધાર્થ પોલ

https://www.facebook.com/manavmitranews/