loader

Breaking News


Home > Sports > વિરાટ કોહલીના વન-ડેમાં સૌથી ઝડપી ૧૦,૦૦૦ રન, સચિનનો રેકોર્ડ તોડ્યો


Foto

વિરાટ કોહલીના વન-ડેમાં સૌથી ઝડપી ૧૦,૦૦૦ રન, સચિનનો રેકોર્ડ તોડ્યો

Oct. 25, 2018, 3:06 p.m.
      Whatsapp   

માનવમિત્ર, વિશાખાપટ્ટનમ : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ વિશાખાપટ્ટનમમાં વેસ્ટ ઇન્ડિઝ સામે એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. કોહલીએ વન-ડે મેચમાં ૨૦૫ ઈનિંગ્સમાં સૌથી ઝડપી ૧૦,૦૦૦ રન બનાવનાર ભારતીય બેટ્‌સમેનનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. અગાઉ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના નામે આ રેકોર્ડ હતો. તેંડુલકરે ૨૫૯ ઈનિંગ્સમાં વન- ડેમાં ૧૦,૦૦૦ રન ફટકાર્યા હતા.

વિરાટે વિશાખાપટ્ટનમમાં વેસ્ટ ઇન્ડિઝ સામે વન ડાઉન બેટિંગમાં આવ્યા બાદ તેના વ્યક્તિગત ૮૧ રનના સ્કોરે પહોંચતા જ તેણે સૌથી ઝડપી દસ હજાર રન બનાવનાર ભારતીય બેટ્‌સમેનનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. આ સામે પીચ પર તેની સાથે મહેન્દ્ર સિંહ ધોની હાજર હતો. ધોનીએ પણ વન-ડેમાં દસ હજાર રન ફટકાર્યા છે.

જો કે ધોનીએ ૨૭૩ ઈનિંગમાં દસ હજાર રનનો પડાવ પાર કર્યો હતો. વનડેમાં સૌથી ઝડપી દસ હજાર રન ફટાકરનાર વિરાટ પાંચમો ભારતીય બેટ્‌સમેન બન્યો છે. અગાઉ સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ અને એમ એસ ધોનીએ આ ઉપલબ્ધી મેળવી હતી. જો કે વિશ્વ ક્રિકેટમાં પણ કોહલી સૌથી ઝડપી દસ હજાર રન કરનાર બેટ્‌સમેન બન્યો છે. કોહલી ઉપરાંત પૂર્વે ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિગે ૨૬૬ ઈનિંગમાં દસ હજાર રન કર્યા છે. તેમજ સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર જેક કાલિસે પણ ૨૭૨ ઈનિંગમાં વન ડેમાં દસ હજાર રન કર્યા છે. કોહલીએ ચાલુ વર્ષે ૧૦ વનડેમાં ૧૨૭ રનની એવરેજથી ૮૮૯ રન બનાવ્યા છે.