loader

Breaking News


Home > Gujarat > વિસનગર કેસ : હાર્દિક પટેલ - લાલજી પટેલના જામીન મંજુર કરતી કોર્ટ


Foto

વિસનગર કેસ : હાર્દિક પટેલ - લાલજી પટેલના જામીન મંજુર કરતી કોર્ટ

July 25, 2018, 4:39 p.m.
      Whatsapp   

માનવમિત્ર, વિસનગર : વિસનગરના ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ મામલે વિસનગર કોર્ટે હાર્દિક પટેલને બે વર્ષની સજા ફટકારી હતી. જો કે ત્યારબાદ હાર્દિક પટેલ, લાલજી પટેલ સહીત તમામને વિસનગર કોર્ટે જામીન આપી દીધા હતા. ગુજરાતમાં પાટીદાર આંદોલનને વેગ આપતા પાસ નેતા હાર્દિક પટેલને બીજેપી એમએલએની ઓફિસમાં તોડફોડ મામલે વિસનગરની સેશન્સ કોર્ટે દોશી જાહેર કરતા 2 વર્ષની સજાનો આદેશ આપ્યો હતો.

આ મામલે કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે.પટેલ એમ કુલ ત્રણ લોકોને દોષિત ઠેરવ્યા હતા. જો કે આ બાદ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે આગળ લડાઈ હજુ ચાલુ જ છે. મોત અને કફન બાંધીને ચાલી રહ્યો છું, જેલથી નથી ડરી રહ્યો. હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે જો મારી વાત હોય તો બેસી ગયો હોત પરંતુ વાત કરોડો ગરીબ લોકોની છે.