loader

Breaking News


Home > Bollywood > વિવેગમે બાહુબલીનો રેકોર્ડ તોડ્યોઃ 11 દિવસમાં કરી 152 કરોડની કમાણી


Foto

વિવેગમે બાહુબલીનો રેકોર્ડ તોડ્યોઃ 11 દિવસમાં કરી 152 કરોડની કમાણી

Sept. 6, 2017, 6:49 p.m.
      Whatsapp   

સાઉથના સુપરસ્ટાર અજીતની ફિલ્મ વિવેગમને બોક્સ ઓફિસમાં રિલીઝ થયે 11 દિવસ થયા છે અને તેણે 11 દિવસમાં જ કમાણી બાબતે બાહુબલીને પણ પાછળ પાડી તેનો રેકોર્ડ તોડ્યો છે.

સુત્રોના જણાવ્યાં મુજબ ફિલ્મે 11 દિવસમાં દુનિયાભરમાં 152 કરોડની રેકોર્ડ બ્રેક કમાણી કરી લીધી છે. તેટલું જ નહી પણ ફિલ્મ 3 થી 4 દિવસમાં 100 કરોડના ક્લબમાં આવી ગઇ છે. જે ફિલ્મના નિર્માતા માટે એક ગર્વની બાબત છે. આ ફિલ્મનું માત્ર ચેન્નઇમાં કલેક્શન 8.25 કરોડથી વધુ રહ્યું છે. બાહુબલીએ ચેન્નઇમાં 3 દિવસમાં માત્ર 3.24 કરોડ કમાયા હતા જ્યારે વિવેગમે 3 દિવસમાં 4.28 કરોડનો રેકોર્ડ બ્રેક કમાણી કરી લીધી છે. વિવેગમનું પહેલા દિવસની કમાણી 25.83 કરોડે પહોચી હતી.