loader

Breaking News


Home > Gujarat > એક્રીડેટેડ પત્રકારોને વોલ્વોની મુસાફરીની નાયબ મુખ્યમંત્રીની જાહેરાત હજુ સુધી લોલીપોપ


Foto

એક્રીડેટેડ પત્રકારોને વોલ્વોની મુસાફરીની નાયબ મુખ્યમંત્રીની જાહેરાત હજુ સુધી લોલીપોપ

April 9, 2018, 6:35 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : ગુજરાત સરકાર એકબાજુ છેવાડાનાં લોકોની સુખાકારી માટે કામ કરી રહી હોવાનો દાવો કરી રહી છે ત્યારે વિધાનસભામાં બનેલા એક કિસ્સાથી સમગ્ર દાવાઓની પોલ ખુલ્લી પડી જાય છે. સમગ્ર ઘટનાક્રમની વિગત અનુસાર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકારો સમક્ષ કહ્યું હતું કે પત્રકારોને એક્રેડિટેશન કાર્ડ કાઢી આપ્યા બાદ તેઓ વોલ્વો બસમાં પણ મફત મુસાફરી કરી શકશે.



જો કે એક્રેડિટેશન કાર્ડ અને વોલ્વોમાં મુસાફરીની જાહેરાત કર્યાને ઘણો સમય થઇ ગયો હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી ત્યારે પત્રકારોમાં એવી ચર્ચા થઇ રહી છે સરકાર છેવાડાનાં માનવી સુધી લાભો પહોંચાડવાની વાત કરે છે પણ અહી અમે વાડામાં છીએ તેમને હજુ કોઈ પ્રકારનો લાભ મળ્યો નથી.