loader

Breaking News


Home > National > કર્ણાટકમાં સઘન સુરક્ષાની વચ્ચે આવતીકાલે મતદાન યોજાશે


Foto

કર્ણાટકમાં સઘન સુરક્ષાની વચ્ચે આવતીકાલે મતદાન યોજાશે

May 11, 2018, 3:43 p.m.
      Whatsapp   

માનવમિત્ર : બેંગ્લોર : કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આવતીકાલે સઘન સુરક્ષા વચ્ચે મતદાન યોજાનાર છે. કોઇ પણ અનિચ્છનીય બનાવને ટાળવા માટે પણ તમામ પગલા લેવામાં આવ્યા છે. કર્ણાટકમાં તમામ ઉમેદવારોના ભાવિનો ફેસલો કરવા માટે ચાર કરોડ ૯૬ લાખ મતદારો ઉત્સુક છે.

હાઇ વોલ્ટેજ અને હાઇ પ્રોફાઇલ ચૂંટણી માટે ઝંઝાવતી પ્રચાર કરવામાં આવ્યા બાદ હવે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાની રીતે ગણતરી કરવામાં આવી રહી છે. એકબાજુ ભાજપ પ્રમુખ અમિત શાહે દાવો કર્યો છે કે તે એકલા હાથ ૧૩૦ સીટ જીતી જશે. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી પણ આશાવાદી છે.

આંકડા દર્શાવે છે કે કર્ણાટક ચૂંટણીમાં ૩૯૧ ઉમેદવારોની સામે અપરાધિક કેસ રહેલા છે. ભાજપના ઉમેદવારોની સામે સૌથી વધારે કેસ છે. ભાજપના ૨૨૪ ઉમેદવારો પૈકીના ૮૩ ઉમેદવારો અથવા તો ૩૭ ટકા ઉમેદવારો કેટલાક અપરાધિક કેસમાં સંડોવાયેલા રહ્યા છે. ભાજપ બાદ બીજા સ્થાન પર કોંગ્રેસ પાર્ટી છે. કોંગ્રેસે ૨૨૦ ઉમેદવારો પૈકી ૫૯ એવા નેતાઓને ટિકિટ આપી છે જેમની સામે અપરાધિક કેસ રહેલા છે.