loader

Breaking News


Home > Health > ઝડપથી ચાલવાથી કેન્સરથી પણ બચી શકાયઃ અભ્યાસ


Foto

ઝડપથી ચાલવાથી કેન્સરથી પણ બચી શકાયઃ અભ્યાસ

Oct. 8, 2018, 12:19 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : બ્રિટનમાં તાજેતરમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, ઝડપથી ચાલવાથી કેન્સરથી બચી શકાય છે. સ્તન કેન્સર અને આંતરડાનાં કેન્સરનાં મામલામાં ઝડપથી ચાલવાથી ઘટાડો નોંધાય છે.



વર્લ્ડ કેન્સર રિસર્ચનાં વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, હાર્ટનાં ધબકારા વધી જાય તેવી કોઇપણ કસરત કેન્સરથી બચવામાં મદદરૂપ નિવડે છે. શારીરિક કસરતથી સ્થૂળતામાં ઘટાડો થાય છે. ઉલ્લેખનીય છે કે, સ્થૂળતાનાં કારણે કેન્સરનો ખતરો વધી જાય છે. ડબ્લ્યુસીઆરએફનાં અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, શારીરિક કસરત લાંબા સમય સુધી કરવાથી નાની મોટી અન્ય તકલીફો પણ દૂર થઇ શકે છે. વૈજ્ઞાનિકોનાં મતે અતિ ઝડપથી ચાલવા ઉપરાંત સાઇકલીંગ, સ્વીમીંગ, ડાંસ જેવી પ્રવૃત્તિથી પણ કેન્સરને ટાળવામાં મદદ મળી શકે છે.

અભ્યાસનાં અહેવાલનાં મહત્વને બ્રિટનની દ્રષ્ટિએ પણ ઉપયોગી ગણવામાં આવે છે. આ બાબતનાં મજબૂત પૂરાવા મળ્યાં છે કે, સક્રિય શારીરિક ગતિવિધિથી કેન્સરથી બચી શકાય છે. આવી પ્રવૃત્તિ હાથ ધરીને હજારો કેસ ઓછા કરી શકાય છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, આરોગ્યને લગતા લાભ લેવા માટે દરરોજ કસરત સાથે સંબંધિત કેન્દ્રોમાં જવાની જરૂર નથી. દરરોજની પ્રવૃત્તિમાં થોડાક ફેરફાર કરીને સંકટને પણ ટાળી શકાય છે. ડૉ. થોમ્પસને ઝડપથી ચાલવાની બાબતને પોતાની દરરોજની ટેવમાં આવરી લેવાની સલાહ આપી છે.