loader

Breaking News


Home > Gujarat > વઢવાણઃપ્રજાનાં પ્રશ્નોની ચર્ચાની જગ્યાએ પાલિકા સભ્યો પાન-મસાલા ખાવામાં મગ્ન


Foto

વઢવાણઃપ્રજાનાં પ્રશ્નોની ચર્ચાની જગ્યાએ પાલિકા સભ્યો પાન-મસાલા ખાવામાં મગ્ન

March 8, 2018, 6:25 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : સુરેન્દ્રનગરનાં વઢવાણ નગર પાલિકાની સામાન્ય સભામાં પાલિકા સભ્યો પ્રજાનાં પ્રશ્નોની ચર્ચા માટે ભેગા થયા હતા. આ સામાન્ય સભામાં પ્રજાનાં પ્રશ્નોની જગ્યાએ અમુક સભ્યો હાથમાં પાન-મસાલા ગસતા અને ખાતા નજરે ચડ્યા છે.




સુરેન્દ્રનગરનાં વઢવાણ નગર પાલિકાની સામાન્ય સભામાં પાલિકા સભ્યો હાથમાં પાન-મસાલા ગસતા અને ખાતા દેખાયા હતા. અહી પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં સામાન્ય સભા ચાલી રહી હતી, જ્યારે બીજી તરફ અમુક પાલિકા સભ્યો પાન-મસાલો ખાવામાં મગ્ન દેખાયા હતા. દેશમાં જાહેરમાં વ્યસન કરતા લોકો માટે સરકારે એક ખાસ કાયદા હેઠળ દંડ ફટકારવાનો નિર્ણય લીધો હતો. પરંતુ અહી તો પ્રજાનાં પ્રશ્નોનાં નિવારણ માટે યોજાયેલી સભામાં પાલિકા સભ્યોએ જ જાહેરમાં વ્યસન કરી બતાવ્યુ છે કે તેમના માટે પ્રજાનાં પ્રશ્નો કેટલા ગંભીર છે. આ સભામાં કોઇ નક્કર ચર્ચાની જગ્યાએ પાલિકા સભ્યો એકબીજા સાથે ગપ્પા લડાવતા અને પાન-મસાલા ખાતા સ્પષ્ટ દેખાયા હતા. આ સભામાં મહિલા સભ્યો પણ હાજર હતા પરંતુ તેમણે પણ આ વર્તણુક પર વિરોધ કરવુ જરૂરી સમજ્યુ ન હતુ. પ્રજાનાં ચુટાયેલા આ પ્રતિનિધીઓમાં શિસ્તનો અભાવ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. હવે જોવાનું રહેશે કે પ્રજાનાં ચુટાયેલા આ સભ્યો પ્રજાનાં પ્રશ્નોને દુર કરશે કે પછી માત્ર પાન-મસાલા ખાવામાં વ્યસ્ત રહેશે.