loader

Breaking News


Home > Sports > વોર્નરની પત્નીનો દાવો:મારાં કારણે બોલ ટેમ્પરિંગ થયું.


Foto

વોર્નરની પત્નીનો દાવો:મારાં કારણે બોલ ટેમ્પરિંગ થયું.

April 2, 2018, 1:53 p.m.
      Whatsapp   

માનવમિત્ર,સિડની:સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ કરેલાં બોલ ટેમ્પરિંગ પ્રકરણમાં આજે નવો ખુલાસો સામે આવ્યો છે. બોલ ટેમ્પરિંગ પ્રકરણનાં માસ્ટર માઇન્ડ અને સુત્રધાર વોર્નરની પત્નીએ કહ્યુંકે હું માનું છું કે મારાં કારણે બોલ ટેમ્પરિંગ થયો હતો.સાઉથ આફ્રિકામાં લોકોએ હલકી પ્રકારની મારા ઉપર કોમેન્ટ્સ કરી હતી જેને કારણે વોર્નર રોષે ભરાયો હતો.

કેન્ડીસ તેનાં પતિ વોર્નરને મળી તેનાં પહેલાં તે પોતાનાં પહેલાં બોયફ્રેન્ડ ન્યુઝીલેન્ડનો રગ્બી ખિલાડી સોની બિલ વિલયમસ હતો.આ પછી બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાનાં ચાહકો મોટી સંખ્યામાં બિલ વિલયમસનાં માસ્ક પહેરી ઉ[ઉપસ્થિત રહ્યાં હતાં અને વોર્નર અને તેની પત્ની વિષે અયોગ્ય કોમેન્ટ્સ કરતાં હતાં જેનાથી વોર્નર રોષે ભરાયો હતો.કેન્ડીસે એક ઓસ્ટ્રેલિયન અખબારને આપેલી મુલાકાતમાં કહ્યું કે હું મારા પતિનાં બચાવવા બહાનાં નથી કાઢતી પણ સાઉથ આફ્રિકાનાં પ્રવાસમાં મેં અને મારાં પરિવારે ખુબ સહન કર્યું છે.તેઓ સતત માસ્ક પહેરીને મારી સામે આવતાં અને મારી સામે આંગળી ચીંધીને હસતાં- મારી મજાક ઉડાવતાં હતાં મારા માટે ગમે તેવાં સોન્ગ્સ ગાતાં હતાં. જે ખુબજ અસહ્ય હતું.

ડી કોક સાથે બદલો લેવાં વોર્નરે બોલ ટેમ્પરિંગ કર્યું

બીજી બાજું એવી વાત પણ જાણવામાં આવી છે કે ચોથા દિવસની રમત દરમ્યાન વોર્નર અને ડી કોકનો મેદાનની બહાર ખુબ જ ઉગ્ર ઝઘડો થયો હતો.જેનાં પગલે વોર્નરે મીડિયાને જણાવ્યું કે ડી કોક મારી પત્ની વિષે અયોગ્ય કોમેન્ટ કરી હતી, જેનાં કારણે વોર્નર ભડકી ઉઠ્યો હતો. આ ઘટનાને કારણે બને ટીમો વચ્ચે ખુબજ તનાવની સ્થિતિ સર્જાઈ હતી જે પછી વોર્નરે બદલો લેવાં બોલ ટેમ્પરિંગનાં પ્લાનને અંજામ આપ્યો હતો.

વર્ષોથી ઓસ્ટ્રેલિયન ખિલાડીઓ સ્લેજિંગ અને આક્રમક વર્તન માટે મેદાન ઉપર બદનામ છે.ઓસ્ટ્રેલીયામાં એક પરંપરાગત એક ચાહક વર્ગ એવો પણ છે કે જેને આ સ્ટાઇલ ગમે છે.જેને કારણે ઓસ્ટ્રેલિયન બોર્ડ હવે સ્લેજિંગ કે બોલ ટેમ્પરિંગ ઉપર પ્રતિબંધ મુકવ પર કેવો નિર્ણય લે છે તે અંગે ક્રિકેટ વર્તુળમાં ખાસ ઇન્તેઝારી છે.