loader

Breaking News


Home > National > બીજેપીને પડ્યો મોટો ફટકો, પાર્ટીનાં સંસ્થાપક રહેલા જસવંત સિંહાનું કુટુંબ આજે કોંગ્રેસનો થામશે હાથ


Foto

બીજેપીને પડ્યો મોટો ફટકો, પાર્ટીનાં સંસ્થાપક રહેલા જસવંત સિંહાનું કુટુંબ આજે કોંગ્રેસનો થામશે હાથ

Oct. 17, 2018, 11:25 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : બીજેપીનાં સંસ્થાપક રહેલા જસવંત સિંહાનાં કુટુંબીજનોએ પાર્ટીનો હાથ છોડી કોંગ્રેસનો હાથ પકડવાનો નિર્ણય કરી લીધો છે. રાજસ્થાનમાં વિધાનસભાની ચુંટણીનું બિગુલ વાગી ગયુ છે ત્યારે રાજ્યનાં મારવાડ વિસ્તારમાં પ્રભાવ રાખનાર જસવંત સિંહાનું કુટુંબ બીજેપીથી અલગ થઇ કોંગ્રેસની વહારે થતા બીજેપીને મોટો ફટકો પડ્યો છે.



બીજેપીની સરકાર વિરુદ્ધ આજે એક મોટા સમચાર સામે આવી રહ્યા છે. જેમા પાર્ટીનાં સંસ્થાપક રહેલા જસવંત સિંહાનાં પૂરા પરિવારજનોએ કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં જસવંત સિંહાનાં દિકરા માનવેંન્દ્ર સિંહ સમગ્ર પરિવારની સાથે કોંગ્રેસ પાર્ટીનાં સદસ્ય બનશે. માનવેંન્દ્ર સિંહ હાલમાં શિવ સીટનાં ધારસભ્ય છે. કોંગ્રેસનો હાથ પકડતા પહેલા માનવેંન્દ્ર સિંહનાં પરિવારજનોએ સાથે મળી પૂજા અર્ચના કરી. આ પહેલા માનવેંન્દ્ર સિંહે બાડમેરનાં પચપદરાની સ્વાભિમાન રૈલીમાં ‘એક હી ભૂલ કમલ કા ફૂલ’ કહી બીજેપીને છોડી હતી. જો કે તે સમયથી જ તે અટકળો સામે આવી રહી હતી કે માનવેંન્દ્ર સિંહ કોંગ્રેસ સાથે જોડાઇ શકે છે.