loader

Breaking News


Home > Gujarat > ભર શિયાળે ગુજરાતનાં મોટા ડેમોમાં પાણી ખૂટી પડયા


Foto

ભર શિયાળે ગુજરાતનાં મોટા ડેમોમાં પાણી ખૂટી પડયા

Feb. 8, 2018, 5:13 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાતમાં જળસંકટ વધુ ઘેરું બન્યું છે ત્યારે હવે ઉનાળો પણ શરુ થયો નથી ત્યારે મોટા ડેમોમાં પાણી તળિયા ઝાટક થઇ ગયું છે. હાલમાં ગુજરાતનાં ઘણાં બધા મોટા ડેમોમાં પાણીનો જથ્થો છેલ્લા દસ વર્ષનાં તળિયે પહોંચ્યો છે. સરદાર સરોવર, ધરોઈ, ઉકાઈ, કડાણા જેવાં ડેમોમાં પાણી ખૂટી પડતા ખેડૂતો અને જનતા બેહાલ થઇ ગયું છે ત્યારે સરકારે આગમચેતી વાપરીને પાણી બચાવ્યું નહી તેનું પરિણામ આજે પ્રજા ભોગવી રહી છે.

સરદાર સરોવરમાં પાણીની ક્ષમતાં ૫.૭૬૦ અબજ ઘનમીટર છે ત્યારે હાલ ફક્ત ૩ ટકા એટલે કે ૦.૨૦૦ ઘનમીટર પાણી જ વધ્યું છે તેવી સ્થિતિ અન્ય ડેમોની પણ છે. વધુમાં સેન્ટ્રલ વોટર કમીશનની માહિતી મુજબ રાજ્યનાં મોટા ૧૦ ડેમમાં તેની ક્ષમતાં કરતાં ફક્ત ૪૫ ટકા જ પાણી બચ્યું છે. ઉકાઈની ક્ષમતા ૬.૬૧૫ અબજ ઘન મીટર છે ત્યારે તેની સમાઈ હાલ ફક્ત ૩૮ ટકા એટલે કે ૨.૫૨૩ અબજ ઘન મીટર પાણી વધ્યું છે.