loader

Breaking News


Home > Gujarat > કુંવરજી બાવળિયાને પાણી પુરવઠા, ગ્રામ- ગૃહ નિર્માણ ખાતું ફાળવાયું, અન્ય બે મંત્રીઓને પણ ફાળવણી કરાઈ


Foto

કુંવરજી બાવળિયાને પાણી પુરવઠા, ગ્રામ- ગૃહ નિર્માણ ખાતું ફાળવાયું, અન્ય બે મંત્રીઓને પણ ફાળવણી કરાઈ

July 4, 2018, 5:12 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાતા ફાળવ્યા હતા. તેઓને પાણી પુરવઠા, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ ફાળવાયો છે. આ ઉપરાંત અન્ય બે મંત્રીઓને ખાતા ફાળવાયા છે. આર.સી. ફળદુને કૃષિ, ગ્રામ વિકાસ, મત્સ્યઉદ્યોગ અને વાહન વ્યવહાર તેમજ પરબત પટેલને જળ સંપત્તિ અને પાણી પુરવઠા ખાતું ફાળવી આપવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે કુંવરજી બાવળિયાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, મેં વિધિવત રીતે ધારાસભ્ય પદ તેમજ કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે. છેલ્લા ત્રીસ વર્ષોથી હું જાહેર જીવનમાં સક્રિય છું. વર્ષો સુધી કોંગ્રેસમાં રહી સંપૂર્ણ નિષ્ઠા અને પ્રામાણિકતાથી લોકહિતાર્થે કાર્ય કર્યું છે.