loader

Breaking News


Home > National > અમે કાશ્મીર ખીણની તકદીર અને તસ્વીર બદલીને રહીશું : રાજનાથસિંહ


Foto

અમે કાશ્મીર ખીણની તકદીર અને તસ્વીર બદલીને રહીશું : રાજનાથસિંહ

June 7, 2018, 2:52 p.m.
      Whatsapp   

માનવમિત્ર, શ્રીનગર : જમ્મુ કાશ્મીરના બે દિવસના પ્રવાસ પર ગયેલા ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે કાશ્મીરમાં આ નજારો મેં પહેલી વખત જોયો છે. આ બાળકોનો ઉત્સાહ અને ઉમઁગ જોઈને લાગે છે કે આ બધા જમ્મુ કાશ્મીરના યુવાનો ફક્ત કાશ્મીર જ નહીં પ્રેત સમગ્ર ભારતના ભવિષ્યને બદલી શકે છે તેઓ સમગ્ર દેશનું ઘડતર કરી શકે છે.

રાજનાથસિંહે આ નિવેદન સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ જમ્મુ કાશ્મીર દ્વારા આયોજિત કાર્યક્રમમાં આપ્યું હતું. તેઓએ સ્પોર્ટ્સના જવાનોને કહ્યુ હતું કે તમારા પાર ફક્ત જમ્મુ કાશ્મીર જ નહિ પરંતુ સમગ્ર દેશને ગર્વ છે. અહીં પ્રતિભાઓની કમી નથી. અમે જમ્મુ કાશ્મીર સરકારની મદદથી અમે જમ્મુ કાશ્મીરની તકદીર અને તસ્વીર બદલી નાખીશું.