loader

Breaking News


Home > National > અમારું ગળુ કાપી દેશો તો પણ અમે મુસલમાન જ રહીશું : ઔવેસી


Foto

અમારું ગળુ કાપી દેશો તો પણ અમે મુસલમાન જ રહીશું : ઔવેસી

Aug. 6, 2018, 12:30 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : હરિયાણાનાં ગુરુગ્રામમાં 2 ઓગષ્ટનાં રોજ એક મુસ્લિમ યુવકની જબરજસ્તીથી દાઢી કાપવાનો મામલો સામે આવ્યો હતો. જેના પર એઆઇએમઆઇએમનાં પ્રમુખ અસદુદ્દિન ઔવેસીએ જડબાતોડ પ્રતિક્રિયા આપી છે.



ઔવેસીએ મુસ્લિમ યુવક સાથે કરવામાં વલણ પર કહ્યુ કે, જે લોકોએ આ કામ કર્યુ છે તેમના પિતાને હુ કહેવા માંગુ છુ કે, તમે અમારું ગળુ પણ કાપી દેશો તો પણ અમે મુસલમાન જ રહીશું. સાથે તેમણે કહ્યુ કે, જો જરૂર પડશે તો અમે તમને મુસલમાની બનાવી દઇશું અને દાઢી રાખવા મજબૂર પણ કરી દઇશું. ઔવેસીનાં આ નિવેદન પર રાજકરણ ગર્માઇ શકે તેવી વકી છે. જો કે આ પ્રકારનું ભડકાઉ ભાષણ ઔવેસીએ પહેલીવાર આપ્યુ નથી. આ પહેલા પણ તે આ પ્રકારનાં ભાષણ આપી ચુક્યા છે.

આ સમગ્ર ઘટના હરિયાણાનાં ગુરુગ્રામનાં સેક્ટર-37થી શરૂ થઇ હતી. જ્યા અમુક અસામાજૂક તત્વોએ એક મુસ્લિમ યુવકની દાઢી કાપી તેની સાથે મારપીટ કરી હતી. આ મામલો જ્યારે પોલીસ પાસે ગયો ત્યારે પોલીસે પણ ફરિયાદ નોંધવામાં આનાકાની કરી હતી, જો કે થોડા સમય પછી પોલીસે ફરિયાદ નોંધી 3 લોકની ધરપકડ કરી છે.