loader

Breaking News


Home > Gujarat > રેપ કોને કહેવાય એ તું નહિ અમે નક્કી કરીશું: જે.કે.ભટ્ટ


Foto

રેપ કોને કહેવાય એ તું નહિ અમે નક્કી કરીશું: જે.કે.ભટ્ટ

July 3, 2018, 12:32 p.m.
      Whatsapp   

માનવમિત્ર,અમદાવાદ:સામુહિક બળાત્કારનો ભોગ બનેલી પિડિતાએ આજે પોતાનાં ઘરે મિડિયા સમક્ષ જેસીપી જે.કે.ભટ્ટ સામે ગંભીર આક્ષેપો કર્યાં છે. પિડિતાએ જણાવ્યું હતુ કે મને ક્રાઇમબ્રાંચમા એવા વિક્રુત સવાલો કર્યા તેના ઉપરથી ખબર પડી કે શા માટે રેપપિડિતાઓ આપઘાત કરે છે અને કેમ પોલીસ સમક્ષ સામે નથી આવતી. જે.પી.ભટ્ટે પીડિતાને આડા અવળા સવલો પુછીને મને ધમકાવતાં અને કહેતા કે રેપ કોને કહેવાય એ તું નહિ અમે નક્કી કરીશું.આ ઉપરાંત એમ પણ કહ્યું કે તારે રાત્રે સાડા આઠ વાગ્યા પછી તારે બહાર નીકળવાની શી જરૂર હતી.

પોલીસનું કામ હકીકતમાં ગુનાની તાપસ કરવાનું છે નહીં કે ન્યાય તોળવાનું.આમ છતાં મને ન્યાયાલય અને સરકાર પર ભરોસો છે હું સાચી છું અને હું લડીશ એમ પીડીતાએ જણાવ્યું હતું. જે.કે,ભટ્ટના આવા બિનજવાબદાર નિવેદન સામે પ્રવીણ તોગડિયાં અને કોંગ્રેસે બાયો ચઢાવી છે પ્રવીણ તોગડીયા અને તેમનાં સમર્થકોએ રવિવારે એલિસબ્રિજ ટાઉનહોલ પાસે આરોપી અને જે.કે.ભટ્ટ વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કાર્ય હતાં જયારે કોંગ્રેસે પણ મૌન રેલી કાઢીને વિરોધ વ્યક્ત કર્યો હતો. મહિલા આયોગે શહેર પોલીસ કમિશ્નર પાસે 7 દિવસમાં સમગ્ર ઘટનાનો અહેવાલ માંગ્યો હતો.પોલીસ કમિશ્નર એ.કે.સિંઘે પત્રકાર પરિષદ બોલાવી હતી તેમાં જે.કે.ભટ્ટ ડીસીપી દીપન ભદ્રન અને એડિ.ડીસીપી પન્ના મોમાયા પણ હાજર હતાં પરંતુ પોલીસ કમિશ્નરે જે.કે.ભટ્ટને એક પણ શબ્દ પણ બોલવા દીધો નહોતો.જે.કે.ભટ્ટનાં આવા બેહૂદા સવાલ અને વર્તન બાદ પોલીસતંત્રની પ્રતિષ્ઠાને ફટકો પડ્યો હતો.