loader

Breaking News


Home > Gujarat > ગાંધીનગર સે.૩૦માં આવેલ અંતીમ વિસામો ખાતે અગ્નિદાહમાં વેઈટીંગ, શેઈમ, શેઈમ


Foto

ગાંધીનગર સે.૩૦માં આવેલ અંતીમ વિસામો ખાતે અગ્નિદાહમાં વેઈટીંગ, શેઈમ, શેઈમ

May 10, 2018, 3:04 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતનું કહેવાતું પાટનગર રોજ કુદકેને ભુસકે વસ્તી વધી રહી છે. ત્યારે ગુજરાત સરકારે સે.૩૦ ખાતેના અંતિમ વિસામોના સ્મશાન ગૃહમાં ૧ વર્ષથી ઈલેક્ટ્રિક ભઠ્ઠી પણ બંધ હાલતમાં છે. ત્યારે ગાં.મનપા દ્વારા પ્રજાજનો પાસેતી ટેક્ષ ઉઘરાવીને કરોડો રૂપિયા તિજારીમાં જમા કરી દીધા છે. ત્યારે પ્રજાજનોએ સાફ-સફાઈથી લઈને તમામ સગવડો માટે ટેક્સ ભરી રહી છે. ત્યારે ગાં.મનહાનગર પાલિકાના વિસ્તારમાં રહેતા વસાહતીયોની હાલત ટેક્ષ ભર્યા બાદ પણ કોઈ જ કામનો વિકાસ દેખાતો નથી તેવી થઈ ગઈ છે.

ત્યારે ગુજરાત સરકારે કરોડો રૂપિયા સે.૩૦ સ્મશાનગૃહ એટલે કે અંતીમ ધામ માટે ગ્રાન્ટ ફાળવી હતી અને રાજકોટની એક સંસ્થાને તમામ ડીઝાઈનથી લઈને બગીચા તથા મૂર્તીઓ જેવી અનેક વસ્તુઓ માટે ગ્રાન્ટ ફાળવતી હતી. ત્યારે સ્મશાનગૃહ જે અંતીમ વિસામો કહેવાય છે. તે સારો બનાવ્યો પણ સ્મશાનમાંઅગ્નિદાહ આપવા ૪ જેટલા જ લોખંડની એંગલો મુકવામાં આવતાં ઘણીવાર વધારે અંતીમવિસામોમાં મૃતદેહ આવે ત્યારે ભારે કફોડી હાલત થઈ જાય છે ત્યારે ગઈકાલે એવી જ હાલત આ સ્મશાનગૃહમાં થઈ હતી.

પ્રાપ્ત વિગતોનુસાર સે.૩૦ ખાતે રહેતાં એક અખબારના તંત્રી ના માતૃશ્રીનું અવસાન થતાં ૧૦ વાગે અંતિમધામ ખાતે લાવવામાં આવ્યા બાદ ત્યાં પણ વેઈટીંગ જેવી હાલત થઈ હતી. ત્યારે ૧૦ વાગ્યાંના ડાઘુઓ જે રાહ જાઈ રહ્યા હતા ત્યારે ૧ વાગે અગ્નિદાહ આપવા તેમનો નંબર આવ્યો હતો. ત્યારે ૧ વર્ષથી ઈલેક્ટ્રિક ભઠ્ઠી બંદ હાલતમાં હોવાથી લાખો રૂપિયા જે ગ્રાન્ટ આવે છે તે ક્યાં વપરાય છે તે પ્રશ્ન લોકોમાં ઉઠી રહ્યો છે.

હાલ સ્મશાનગૃહમાં પીવાના પાણીના આર.ઓ. જેતે મહેન્દ્રસિંહ રાણા ખાતે પોતે મેયર હતા. ત્યારે તેમણે ફીટ કરાવેલા જે ડાઘુઓ પીવાના પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. વાકી ગાં.મનપા દ્વારા કરોડો રૂપિયાનો ટેક્ષ પ્રજાજનો એડવાન્સ ભરી દેવા છતાં અંતિમધામે પણ વેઈટીંગ પરિસ્થિતિ અને તેમાં પણ ઈલેક્ટ્રિક ભઠ્ઠી ૧ વર્ષથી બંધ હાલતમાં છે. ત્યારે ગાં.મનપાની સત્તાધારી પક્ષ બને સરકાર તથા ગાં.મનપાની પ્રથમ જવાબદારી છે.

સ્મશાનગૃહનું નામ અંતીમ વિસામો અને તેમાં પણ વેઈટીંગ જેવી હાલતથી ડાઘુઓમાં પણ ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે પ્રાપ્ત વિગતોનું સાર જુસીકા પાસે પણ લાખો રૂપિયા ગ્રાન્ટ જમા પડી છે તો આ ગ્રાન્ટની રકમ ઈલેક્ટ્રિક ભઠ્ઠી બંધ છે. તેના માટે કેમ વાપરવામાં આવતી નથી. તે પશ્ન ચર્ચાઈ રહ્યો છે. ગાં. મનપા દ્વારા ટેક્ષ કલેક્શન અને ઉઘરાણી કરવામાં હોંશીયાર છે પણ પ્રજાના પ્રશ્ને ભારે નિરુત્સાહ દેખાઈ રહ્યા છે. ત્યારે અંતિમ ધામ ૧ વર્ષથી બંધ અગ્નિશામક ભઠ્ઠી માટે કેમ કોઈ હોદ્દેદારોએ રજૂઆત કરી નથી. કહેવાય છે કે ડાઘુઓ જ્યારે સ્મશાનમાં આવે એટલે વૈરાગ્ય આવી જાય અને ઘરે જઈને જેવા લોટા પાણીનો માથા ઉપર નાંખે એટલે તમામ માંગણીઓ, નિર્ણયોનું બાષ્પીભવન ત્યારે અંતીમ ધામમાં ૧ વર્ષથી બંધહાલતમાં અગ્નિશામક ભઠ્ઠી ચાલુ કરાવવા કહે શું ગાં.મનપા પગલાં લે છે, તે જોવું રહ્યું.