loader

Breaking News


Home > National > પશ્ચિમ બંગાળ પંચાયત ચુંટણીમાં હિંસા, કુચબિહારમાં ૨૦ ઘાયલ


Foto

પશ્ચિમ બંગાળ પંચાયત ચુંટણીમાં હિંસા, કુચબિહારમાં ૨૦ ઘાયલ

May 14, 2018, 11:37 a.m.
      Whatsapp   

માનવમિત્ર, કોલકાતા : પશ્ચિમ બંગાળમાં નામાંકન દરમિયાન મોટા પ્રમાણમાં થયેલ હિંસા અને લાંબી અદાલતી લડાઈ બાદ આજે પંચાયત ચુંટણીમાં માટે મતદાન ચાલી રહ્યું છે. રાજ્યમાં મોટા પ્રમાણમાં થયેલ હિંસાને કારણે ભારે માત્રામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યો છે જેથી કોઈપણ પ્રકારની હિંસાને રોકી શકાય. જો કે કુચબિહારમાં થયેલ હિંસામાં ૨૦ લોકો ઘાયલ થયા હતા.

હકીકતમાં આ ચુંટણી તેની જાહેરાતનાં સાથે જ થયેલ હિંસાને કારણે સમાચારોમાં ચમકતી રહી છે.મતદાન આજે સવારે સાત વાગ્યે શરુ થઇ ગયું હતું અને તેણે બંગાળમાં સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ માટે સેમી ફાઈનલ ગણવામાં આવી રહી છે. એક જ તબક્કમાં યોજાઈ રહેલ આ ચુંટણીનું પરિણામ ૧૭ મે નાં રોજ જાહેર કરવામાં આવશે.