loader

Breaking News


Home > National > પશ્ચિમ બંગાળ પંચાયત પરિણામ : TMC ૧૧૦ બેઠકો જીતી, ૧૨૦૮ બેઠકો પર આગળ


Foto

પશ્ચિમ બંગાળ પંચાયત પરિણામ : TMC ૧૧૦ બેઠકો જીતી, ૧૨૦૮ બેઠકો પર આગળ

May 17, 2018, 1:02 p.m.
      Whatsapp   

માનવમિત્ર, કોલકાતા : પશ્ચિમ બંગાળમાં પંચાયત ચુંટણીની મતગણતરી શરુ થઇ છે. ચુંટણીમાં થયેલ મોટાપાયે હિંસાને કારણે મતગણતરીનાં સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા મજબુત બનાવવામાં આવી છે. પંચાયત ચુંટણીની બેઠકોમાંથી અત્યાર સુધી તૃણમૂલ કોંગ્રેસે ૧૧૦ બેઠકો જીતી લીધી છે જયારે ૧૨૦૮ બેઠકો પર આગળ ચાલી રહી છે.

બીજી બાજુ ભાજપે ચાર બેઠકો જીતી લીધી છે તેમજ ૮૧ પર બેઠક પર આગળ ચાલી રહી છે. સીપીઆઈએમએ ૩ બેઠકો જીતી લીધી છે અને ૫૮ બેઠકો પર આગળ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં ૧૪ મેં નાં રોજ યોજાયેલ ચુંટણીમાં ભારે હિંસા થઇ હતી જેમાં ૧૨ લોકોનાં મોત થયા હતા તેમજ ૪૩ લોકો ઘાયલ થયા હતા.