loader

Breaking News


Home > Gujarat > કોંગ્રેસનું મહાગઠબંધ મહામિલાવટ છે, તો ભાજપનું 36 પાર્ટીનું ગઠબંધન શુ છે? : હાર્દિક પટેલ


Foto

કોંગ્રેસનું મહાગઠબંધ મહામિલાવટ છે, તો ભાજપનું 36 પાર્ટીનું ગઠબંધન શુ છે? : હાર્દિક પટેલ

May 22, 2019, 6:02 p.m.
      Whatsapp   

મતગણતરી નાગણતરીના કલાકો પહેલા જ હાર્દિક પટેલે ભાજપના ૩૬ પાર્ટીઓના ગઠબંધન પર નિશાન સાધ્યું છે. મંગળવારે ભાજપ અધ્યક્ષ અમિતશાહએ NDAના બધા જ  સહયોગી પાર્ટી ને ડિનર પર લાવીને પોતાની તાકાત દેખાડી  NDAના ડિનર પર એમના સહયોગી શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે,જેડીયું અધ્યક્ષ નીતીશ કુમાર,લોજપા,શિરોમણી અકાલી દળ અને આરપીઆઈ સહિત અન્ય બધી મહત્વ પૂર્ણ પાર્ટી નેતા જોડાયા હતા.

ત્યારે હવે યુવા નેતા તેમજ કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલે આ બીજેપીના ડિનર ને લઈને પ્રહારો કર્યા છે.હાર્દિક પટેલે પ્રહાર કરતા કહ્યું કે, કાલે ભાજપના 36 સહયોગી દળ ના નેતાઓ ને બોલાવ્યા. પેટ ભરીને જમાડ્યા. પછી બધાના હાથ ઉપર કરી ને બોલાવડાયું કે મોદી જ હશે એમના પ્રધાનમંત્રી. પહેલી વાત જો વિપક્ષી એકતા મહામિલાવટ છે તો આ 36 દળો નું ગઠબંધન શુ છે? બીજી વાત એક્ઝિટ પોલ પર આટલો ભરોસો?