loader

Breaking News


Home > Gujarat > હત્યાની કોશિશ કે સંજોગ ? VHP નેતા પ્રવિણ તોગડીયાને નડયો અકસ્માત


Foto

હત્યાની કોશિશ કે સંજોગ ? VHP નેતા પ્રવિણ તોગડીયાને નડયો અકસ્માત

March 7, 2018, 12:37 p.m.
      Whatsapp   

માનવમિત્ર, સુરત : વિશ્વ હિંદુ પરિષદનાં નેતા પ્રવિણ તોગડીયાએ થોડા દિવસ અગાઉ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે તેમની હત્યા થઇ શકે છે. આ વાત જાણે સાચી પડતી હોય તેવી એક ઘટના પ્રવિણ તોગડીયા સાથે બની હતી. તેઓ આજે સવારે વડોદરાથી સુરત પોતાની કારમાં જઈ રહ્યા હતા ત્યારે તેમની કારનો અકસ્માત એક ટ્રક સાથે થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે પ્રવિણ તોગડીયાએ કારનાં પાછલા ભાગેથી બહાર આવવું પડયું હતું.

આ અકસ્માત થયો ત્યારે તોગડિયા પોતાની Z+ સિક્યોરિટી સાથે હતા. પ્રવિણ તોગડીયાની ગાડીને ટક્કર માર્યા બાદ ટ્રકચાલકે બ્રેક મારવાને બદલે હત્યાનો ઈરાદો હોય તેમ ટ્રકને એક્સીલેટર આપીને કાર પર ચઢાવી દીધી હતી ત્યારે આ બનાવ હત્યાનો પ્રયાસ હોય તેવું સુત્રોએ જણાવ્યું હતું. આ ઘટનાને વિહિપ નેતા પ્રવિણ તોગડીયાએ પણ પૃષ્ટિ આપી હતી.

પ્રવિણ તોગડીયા છેલ્લા ઘણા સમયથી ભાજપ અને સંઘની હિંદુ વિરોધી નીતિઓની ટીકા કરી રહ્યા છે. આ અગાઉ થોડા સમય પહેલા તોગડિયા અચાનક ગુમ થઇ ગયા હતા ત્યારબાદ મોડી સાંજે કોતરપુર વોટર વર્કસ ખાતે બેભાન હાલતમાં મળી આવ્યાં હતા. આમ પ્રવિણ તોગડીયા સાથે વારંવાર બની રહેલી આ ઘટનાઓ સંજોગ છે કે હત્યાનો પ્રયાસ તે રહસ્ય વધુ ગુઢ બની રહ્યું છે.