loader

Breaking News


Home > Health > મચકોડ થશે તો શું કરશો સારવાર જાણો


Foto

મચકોડ થશે તો શું કરશો સારવાર જાણો

July 6, 2018, 11:44 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : મચકોડ એટલે કે કોઇપણ અસ્થિબંધ વધુ પડતો ખેંચાઇ જવો. મચકોડમાં સાંધાને ટેકો આપતું અસ્થિબંધન અસરગ્રસ્ત થાય છે. મચકોડ શરીરનાં કોઇપણ ભાગમાં થઇ શકે છે પરંતુ મોટેભાગે તે પગની ઘૂંટીમાં, ઘૂંટણમાં કે હાથનાં કાંડામાં જોવા મળે છે. મચકોડ થાય કે તુરંત જ ડૉક્ટર પાસે જવું જોઇએ.



મચકોડનાં લક્ષણો

ઇજા થયા પછી સાંધાની ફરતે દુઃખાવો થવો, સાંધા પર સોજો આવવો. ઇજાગ્રસ્ત સાંધાનું હલનચલન ના થઇ શકે. મચકોડ થાય ત્યારે લોકો ઊટવૈદું અજમાવતા હોય છે, જે ફાયદો ઓછો ને નુકશાન વધુ કરે છે. મચકોડનાં શ્રેષ્ઠ ઉપાય તરીકે આરઆઇસીઇ અજમાવવું જોઇએ. આર-રેસ્ટ-એટલે કે આરામ કરવો. આઇ-આઇસ એટલે કે બરફ ઘસવો. સી-કંમ્પ્રેશન એટલે કે સંકોચન. એલીવેશન એટલે કે ઊંચુ રાખવું.

પ્રથમ તબક્કો

આ તબક્કામાં વ્યક્તિ સૌથી ઓછા દુઃખાવાને સોજો સમજે છે. જેમાં સાંધાની કાર્યક્ષમતામાં અતિઅલ્પ અથવા જરાપણ ઘટાડો થતો નથી.

સારવાર

મચકોડવાળી જગ્યા પર બરફ ઘસવામાં આવે છે. એને એ ભાગ પર પટ્ટો બાંધવામાં આવે છે. વધુ દુઃખાવો થાય તો પેઇનકીલર લઇ શકાય.

દ્વિતીય તબક્કો

આવા મચકોડવાળી વ્યક્તિને અસરગ્રસ્ત સાંધા પર વજન લાવતા સામાન્ય રીતે વધુ મુશ્કેલી પડે છે. સાંધાની કાર્યક્ષમતામાં થોડો ઘટાડો થાય છે.

સારવાર

દુઃખાવાની તીવ્રતા પ્રમાણે આરામ કરવાની સલાહ આપવામાં આવે છે. જો મચકોડ સામાન્ય હોય તો એક સપ્તાહની અને તીવ્રતા વધુ હોય તો ત્રણ સપ્તાહનાં આરામની સલાહ તથા ક્રેપબેન્ડેજ બાંધવામાં આવે છે. જે અસરગ્રસ્ત સ્નાયુઓની સ્થિરતામાં વધારો કરે છે.

તૃતીય તબક્કો

તીવ્ર દુઃખાવો, સોજા ને સાંધા પર વજન લાવવું અશક્ય બને છે. ફ્રેક્ચની શક્યતા તપાસવા એક્સરે લેવામાં આવે છે.

સારવાર

સ્નાયુઓની મજબૂતાઇ વધારવા ફિઝિયોથેરાપીસ્ટે ભલામણ કરેલી અમુક કસરતો કરવામાં આવે છે.