loader

Breaking News


Home > National > દેશમાં બધી જગ્યાએ રેપ, આ થઇ શું રહ્યું છે : સુપ્રીમ કોર્ટ


Foto

દેશમાં બધી જગ્યાએ રેપ, આ થઇ શું રહ્યું છે : સુપ્રીમ કોર્ટ

Aug. 8, 2018, 5:13 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પહેલા બિહારના મુઝફ્ફરપુર અને ત્યારબાદ ઉત્તરપ્રદેશના દેવરિયામાં શેલ્ટર હોમ રેપ કેસ પર સુનાવણી કરતી વેળા સુપ્રીમ કોર્ટ આજે લાલઘુમ દેખાઇ હતી. આ મામલે સુનાવણી દરમિયાન કઠોર ટિપ્પણી સપાટી પર આવી હતી. સુપ્રીમ કોર્ટે મુઝફ્ફરપુર કેસની ગંભીર નોંધ લેતા બિહાર સરકારને જારદાર ફટકાર લગાવી હતી. આ ગાળા દરમિયાન દેવરિયા શેલ્ટર હોમની યુવતિઓની સાથે થયેલા રેપનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે દેશભરમાં આ શુ થઇ રહ્યુ છે. લેફ્ટ, રાઇટ અને સેન્ટર , તમામ જગ્યાએ રેપના કેસ બની રહ્યા છે. તમામ જગ્યાએ રેપના બનાવો, આ થઇ શુ રહ્યુ છે તેવો પ્રશ્ન સુપ્રીમ કોર્ટે આજે કર્યો હતો.સુપ્રીમ કોર્ટે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના હેવાલને ટાંકીને કહ્યુ છે કે દરેક છ કલાકમાં એક યુવતિ પર રેપની ઘટના બની રહી છે. દેશભરમાં વર્ષમાં ૩૮ હજારથી વધારે રેપની ઘટના બની રહી છે. દેશમાં સૌથી વધારે રેપની ઘટના મધ્યપ્રદેશમાં બની રહી છે. બીજા નંબર પર ઉત્તરપ્રદેશ છે.

સુપ્રીમ કોર્ટે નીતિશકુમાર સરકારને ફટકાર લગાવતા કહ્યું છે કે, રાજ્ય સરકાર ૨૦૦૪થી તમામ શેલ્ટર હોમને પૈસા આપી રહી છે પરંતુ સરકારને ખબર નથી કે ત્યાં શુ ચાલી રહ્યું છે. શેલ્ટર હોમમાં નિરીક્ષણ કરવાની જરૂરિયાત પણ અનુભવ કરવામાં આવી રહી નથી. એમ લાગે છે કે, આ ગતિવિધિ રાજ્ય પ્રાયોજિત છે. આ વિચારવાનો વિષય છે.