loader

Breaking News


Home > Health > શું મિનરલ વોટરનાં નામે તમને પણ મળી રહ્યુ છે આ પાણી, જુઓ વીડિયો


Foto

શું મિનરલ વોટરનાં નામે તમને પણ મળી રહ્યુ છે આ પાણી, જુઓ વીડિયો

June 5, 2018, 11:52 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દુનિયાનાં મોટા ભાગનાં દેશોમાં સ્વાસ્થ્યને લઇને સરકાર અને જનતા ગંભીર રહે છે. પરંતુ આપણા દેશની વાત કરીએ તો અહી લોકો માત્ર પૈસા કમાવવાની હોડમાં લાગેલા જોવા છે, તેના માટે લોકોનાં સ્વાસ્થ્યનું પણ સહેજ ધ્યાન રાખવામાં આવતુ નથી. દેશની જનતા ઘરમાં કે પછી ઓફિસોમાં મિનરલ વોટર મંગાવતી હોય છે, પરંતુ તે જાણતી નથી કે તે જે પાણી પીવે છે તે કેટલુ શુદ્ધ છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો એક વીડિયો સામે આવ્યો છે જેમા મિનરલ પાણીનાં નામે ધૂતારાઓ દેશની જનતાનાં સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા કરતા જોવા મળી રહ્યા છે.



લોકો આજે પીવા શુદ્ધ પાણી સમજીને મિનરલ વોટરનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે અમુક મિનરલ વોટરનાં નામે ધૂતારાઓ કેવી રીતે મિનરલ વોટર કહીને લોકોનાં સ્વાસ્થ્ય સાથે રમી રહ્યા છે તે તમે આ વીડિયોમાં જોઇ શકો છો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો પણ ચોંકી ગયા છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે મિનરલ વોટરનાં ૨૦ લિટરનાં બોટલને કેવી રીતે ભરવામાં આવી રહ્યા છે. બોટલમાં એક પાઇપ દ્વારા પાણી ભરવામાં આવી રહ્યુ છે, જેને શખ્સ તે બોટલની ઉપર ઉભો રહીને ભરી રહ્યો છે. આ પાઇપમાંથી આવતુ પાણી કેવુ હશે તે તમે જોઇને સમજી શકો છો.