loader

Breaking News


Home > National > રાષ્ટ્રપતિની શું મજબૂરી છે કે તડીપારને નમન કરવુ પડ્યું : જીગ્નેશ મેવાણી


Foto

રાષ્ટ્રપતિની શું મજબૂરી છે કે તડીપારને નમન કરવુ પડ્યું : જીગ્નેશ મેવાણી

May 1, 2018, 11:44 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દેશમાં પ્રથમ નાગરિકનું સ્થાન રાષ્ટ્રપતિનું હોય છે. તે દેશનાં સર્વૌચ્ચ પદ ઉપર બેસનાર કહેવાય છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમના પદની ગરિમાં જાળવવાની જવાબદારી તેમની પોતાની રહે છે. એકવાર રાષ્ટ્રપતિ બન્યા બાદ તે કોઇ પાર્ટીનાં કે કોઇ સંઘનાં રહેતા નથી. પરંતુ એકવાર ફરી આ સર્વૌચ્ચ પદ ખરડાયો હોય તેવું સામે આવ્યુ છે. વડગામ ધારાસભ્ય અને યુવા નેતા જીગ્નેશ મેવાણીએ એક ફોટા પર ટ્વીટ કરી રાષ્ટ્રપતિને તે પદની ગરિમા જાળવવા કહ્યુ હતુ. જો કે તેમના શબ્દો અલગ છે પરંતુ તેનો જો અર્થ કાઢવામાં આવે તો તે બરાબર છે.



વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ટ્વીટ કરતા લખ્યુ છે કે, “એવી શું મજબુરી આવી ગઇ રાષ્ટ્રપતિજી કે તમારે એક તડીપારની સામે નમન કરવુ પડ્યુ”. અહી ફોટોમાં સ્પષ્ટપણે દેખાઇ રહ્યુ છે કે દેશનાં સર્વૌચ્ચ પદ પર બીરાજમાન રાષ્ટ્રપતિ એક પાર્ટી(બીજેપી)નાં અધ્યક્ષની સામે નતમસ્તક થઇ રહ્યા છે. જે આ પદની ગરિમાને શોભનીય નથી. દેશમાં પૂર્ણ બહુમતીથી આવેલ બીજેપી સરકારને હવે 4 વર્ષ પૂર્ણ થઇ ગયા છે, ત્યારે આ ચાર વર્ષમાં તેમના દ્વારા કરવામાં આવેલ વાયદાઓને પુરા કરવામાં સરકાર તદ્દન ફેલ રહી છે. વળી એક કે બે વ્યકિતઓનાં હાથમાં રહેલી સત્તાને દેશની જનતાએ અનુભવી છે. બીજેપીનાં હાલનાં કદ્દાવર નેતાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપીનાં અધ્યક્ષ અમીત શાહનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે વડગામ ધારાસભ્ય અને યુવા નેતા જીગ્નેશ મેવાણી હાલ કર્નાટકમાં ભાજપ વિરુદ્ધ પ્રચાર કરી રહ્યા છે. કર્નાટકમાં યોજાયેલ એક રેલી દરમિયાન તેઓએ જણાવ્યુ હતુ કે, નરેન્દ્ર મોદની સભાઓમાં જાઓ, હોબાળો કરો, ખુરશીઓ ઉછાળો અને સવાલ પુછો કે મોદી સાહેબ યુવાઓને 2 કરોડ નોકરીઓ આપવાનું શું થયુ. આ રીતે જીગ્નેશ મેવાણીએ પોતાની ઇચ્છા વ્યક્ત કરી દીધી છે કે ભાજપને આવતી લોકસભા ચુંટણીમાં પૂરા દમથી પછાડવા છે.