loader

Breaking News


Home > Gujarat > ભાજપનાં આ નગરસેવકનું કેનાલમાં કુદવાનું કારણ શું ?


Foto

ભાજપનાં આ નગરસેવકનું કેનાલમાં કુદવાનું કારણ શું ?

Jan. 25, 2018, 1:18 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : પાટનગરનો કુદકે ને ભુસકે વિકાસ થતાં ઘણી જગ્યાએ આડેધડ રોડ-રસ્તા અને વળાંકો એવા છે ભુલભુલામણી વાળા છે કે, થોડીપણ ગફલત વાહન ચાલકને ભારે પડી શકે છે, આવી એક ઘટના રાત્રે નવ વાગ્યાના અરસામાં એસ.જી.હાઈવે પરથી પસાર થતાં બાઈક સવાર નવયુવાન ગાંધીનગરથી ખોરજ જઈ રહૃો હતો તે દરમ્યાન સરગાસણ પાસેના બહેરા-મુંગા છાત્રાલયની બાજુમાં સૂકી કેનાલ છે તેની ઉપર તંત્ર દ્વારા ગરનાળુ કરીને પુલ બાંધવામાં આવ્યો છે અને રોડના પ્રમાણમાં આ પુલનું બાંધકામ નાનું અને ઓછી પહોળાઈ હોવાથી તેના લેવલીંગનું સેટીંગ વ્યવસ્થિત અને સીધું ન હોવાથી દૂરથી અજાણ્યા વાહન ચાલકો અસમંજસમાં મુકાઈ જાય છે અને અન્યાસે જ અકસ્માત નોતરી ેબેસે છે. આવો જ એક બાઈક ચાલક આ સૂકી કેનાલમાં ડીવાઈડર સાથે ભટકાઈ પડતાં બાઈક સૂકી કેનાલમાં પડી જતાં પબ્લીક અને વાહનોથી ટ્રાફીક જામ થઈ ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર રાત્રે ૯ વાગે બનેલ બનાવમાં પોતાની નોકરી પુરી કરીને સરગાસણ પાસે આવેલ સૂકી કેનાલ પાસેથી બાઈક સવાર પસાર થઈ રહૃો હતો ત્યારે એકાએક કેનાલ પાસેના ડીવાઈડર સાથે બાઈક અથડાતા ભારે ધડાકા સાથે બાઈકનો ફુરચો બોલી ગયો હતો અને યુવાન પોતે સીધો જ સૂકી કેનાલમાં પડી ગયો હતો. અચાનક બનેલી ઘટનાથી રાત્રે ટ્રાફીક જામ થઈ ગયો હતો અને ત્યાંથી પસાર થતાં ભાજપના નગરસેવક નાઝાભાઈ ઘાંઘરને આની જાણ થતી થતાં તેઓ તુરત જ ખાડામાં કુદીને કણસતા યુવાનને તાત્કાલિક બહાર કાઢીને ૧૦૮ દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડાયો હતો.આમ એક નગરસેવકની સમયસુચકતા અને પ્રજા પ્રત્યેની હમદર્દીને કારણે એક ઘાયલ યુવાનને તાત્કાલિક સારવાર તેમજ નવજીવન મળ્યું હતું સાથે સાથે આ સ્થળે રોડ અને તેનું કેનાલથી લેવલીંગ વગેરેમાં જ્જમેન્ટ વાહન ચાલકને કલીયર થતું ન હોવાથી તંત્ર દ્વારા અહીંયા યોગ્ય કામગીરી કરી મરામત કરવામાં આવે તો મોટી હોનારત અટકી શકે તેમ છે.