loader

Breaking News


Home > Bollywood > દીપિકા 15 દિવસ સુધી પોતાના ઘરે નહિ જઈ શકે કારણ શું છે જાણો?


Foto

દીપિકા 15 દિવસ સુધી પોતાના ઘરે નહિ જઈ શકે કારણ શું છે જાણો?

June 16, 2018, 2:17 p.m.
      Whatsapp   

માનવમિત્ર,મુંબઈ: તાજેતરમાં મુંબઇના વરલી સ્થિત એક ઊંચી 33 માળની બિલ્ડીંગ ઉપર ભીષણ આગ ફાટી નીકળી હતી. જે ઇમારતમાં આ આગ લાગી હતી એ જ જગ્યાએ અભિનેત્રી દીપિકા પાદુકોણ 26 મા માળે રહે છે. જોકે આ આગના કારણે દીપિકા કે તેનાં સ્ટાફને કોઈ નુકશાન નથી થયું. તમને જણાવી દઈએ કે આ આગની ઘટનાં બની હતી ત્યારે દીપિકા એક શૂટ માટે બહાર હતી જેથી સદ્દભાગ્ય દીપિકાને કોઈ નુકસાન નથી થયું.દીપિકાને આ ઘટનાની જાણકારી મળી ત્યારે પોતે સુરક્ષિત છે એવી જાણકારી તેણે ટ્વિટર ઉપર ટ્વિટ કરીને આપી હતી, તેણે ફાયરબ્રિગેડનાં કર્મચારીઓની પણ લોકોને બચાવવા બદલ તેઓની તારીફ પણ કરી હતી. આ સિવાય દીપિકાએ આગ જેવી દુર્ઘટનામાં ઉતાવળથી કોઈ પણ જગ્યાએ દોડાદોડી ના કરવાની પણ સલાહ આપી હતી.તેણે બિલ્ડીગમાં પોતાનાં પાડોશીઓ સાથે વાતચીત પણ કરી હતી.તેણે પડોશીઓ સાથે ખુબ શાંતિથી વાતચીત કરીને તેમને આવી દુર્ઘટનામાં ધીરજ રાખવાની પણ સલાહ આપી હતી. જોકે આ આગને કારણે દીપિકાનાં એપોઇન્ટમેન્ટમાં કરોડોનું નુકશાન થયું હતું જેનાં કારણે દીપિકા 15 દિવસ સુધી પોતાનાં ઘરે નહીં જઈ શકે.