loader

Breaking News


Home > National > શું છે કલમ - 497, વ્યભિચાર પર 150 વર્ષ જૂનો કાયદો ખતમ


Foto

શું છે કલમ - 497, વ્યભિચાર પર 150 વર્ષ જૂનો કાયદો ખતમ

Sept. 27, 2018, 12:49 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : વ્યભિચાર કાયદા પર આજે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો। સ્ત્રી - પુરુષના લગ્નેતર સબંધો સાથે જોડાયેલ ભારતીય દંડ સંહિતાની કલમ - 497 પર સુપ્રીમ કોર્ટની સંવિધાન પીઠે ચુકાદો આપ્યો હતો. આ ચુકાદાથી સાફ થઇ ગયું કે કોર્ટે સમાનતાના અધિકારને સર્વોપરી માનીને મહિલાઓના અધિકારીને સર્વોપરી માન્યો.

સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોવાળી પીઠે ચુકાદો આપ્યો હતો કે વ્યભિચાર અપરાધ નથી. ગઈ 2 ઓગષ્ટના રોજ સુપ્રીમ કોર્ટમાં અંગે સુનાવણી હતી ત્યારે કોર્ટે કહ્યું હતું કે વ્યભિચાર કાયદો મહિલાઓના પક્ષમાં લાગે છે પરંતુ હકીકતે તે મહિલા વિચોરોધી છે. પતિના કહેવાથી પત્ની કોઈની ઈચ્છા પુરી શકે છે તો તેને ભારતીય નૈતિકતા કોઈદિવસ માની ના શકાય.

અદાલતે વધુમાં કહ્યું હતું કે પતિ-પત્ની બંને તેમના લગ્નના સંબંધ માટે સમાન જવાબદારી ધરાવે છે. તો પતિ કરતાં પત્ની વધારે કેમ સહન કરે ? આ જ કારણે સુપ્રીમ કોર્ટ આ કાયદાને પ્રાચીન માને છે.

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે અત્યાર સુધીમાં અદાલત મુખ્યત્વે સમાનતા અને બિન-સમાનતાની આસપાસ તપાસ કરે છે. ત્યારબાદ કોર્ટે દલીલ કરી હતી કે વ્યભિચારના દંડની જોગવાઈ બંધારણ હેઠળ સમાનતાના અધિકારનો આડકતરી ઉલ્લંઘન છે કેમ કે તે વિવાહિત પુરૂષો અને પરિણીત સ્ત્રીઓથી અલગ અલગ રીતે જોગવાઈ કરે છે.