loader

Breaking News


Home > National > જે પણ ઘટના બની તે શરમજનક, પાપીઓ નહિ બચે : નીતિશકુમાર


Foto

જે પણ ઘટના બની તે શરમજનક, પાપીઓ નહિ બચે : નીતિશકુમાર

Aug. 4, 2018, 5:27 p.m.
      Whatsapp   

માનવમિત્ર, પટના : બિહારના મુઝ્ઝફરપુરમાં શેલ્ટર હોમમાં રહેતી ૩૪ બાળકીઓ પરના રેપ કાંડના પડઘા આખા દેશમાં પડ્યા છે ત્યારે પહેલી વખત બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે મૌન તોડ્યુ છે. શુક્રવારે એક કાર્યક્રમમાં નીતીશ કમારે કહ્યું હતું કે જે પણ ઘટના બની છે તે શરમજનક છે, મને શરમ આવી રહી છે, બિહાર સરકાર ઈચ્છે છે કે સીબીઆઈ તપાસ કરે અને તપાસને હાઈકોર્ટ દ્વારા મોનટિર કરવામાં આવે. ખબર નહી કયા પ્રકારના માનસિકતા ધરાવતા લોકો સમાજમાં રહે છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કર આ કાંડ સિસ્ટમની ખામીના કારણે સર્જાયો છે.આ પાપ છે. નીતીશે કહ્યું હતું કે સીસ્ટમને મજબૂત બનાવવી પડશે.જેથી આવી ઘટના ફરી ના બને.હું વિશ્વાસ અપાવું છું કે ફરી આવુ નહી થાય.જ્યાં સુધી હું સરકારમાં છઉં ત્યાં સુધી કાયદો અને વ્યવસ્થાનુ રાજ ચાલુ રહેશે.

ઉલ્લેખનીય છે કે આ કાંડમાં મુખ્ય આરોપી બ્રિજેશ ઠાકુર હાલમાં જેલમાં છે.પોલીસે શેલ્ટર હોમને સીલ કરેલુ છે. મુઝફ્ફરપુરમાં અનાથ બાળકીઓ માટે બનાવવામાં આવેલા આશ્રય ગૃહમાં 34 છોકરીઓ સાથે બળાત્કાર કરવામાં આવતા હોવાનું સામે આવતા દેશભરમાં સનસનાટી મચી જવા પામી છે. આ મામલે ત્રણ બાળકીઓના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. આ બહિલા બાળ ગૃહનું સંચાલન બ્રજેશ ઠાકુરની એનજીઓ કરે છે. ઠાકુર એક નાનું સમાચાર પત્ર પણ ચલાવે છે જેનું નામ ‘પ્રાતઃ કમલ” છે. આ ઘટના બાદ વિરોધ પક્ષો નીતીશ કુમાર પર માછલા ધોઈ રહ્યાં છે.