loader

Breaking News


Home > National > ફેક માહિતી રોકનારાને વોટ્સએપ આપશે ૩૫ લાખ રૂપિયા


Foto

ફેક માહિતી રોકનારાને વોટ્સએપ આપશે ૩૫ લાખ રૂપિયા

July 7, 2018, 11:43 a.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : વોટ્સએપે ફેક ન્યુઝ અને વિડીઓ પર સરકારની ચેતવણી બાદ મેસેજિંગ એપનો દુરુપયોગ રોકવા માટે કમર કસી લીધી છે. તેણે નકલી માહિતીઓ રોકવા માટેનાં આઈડિયા આપનારને ૫૦ હજાર ડોલર એટલે કે ૩૫ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ફેસ્બુકની માલિકીનાં વોટ્સએપે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સ્વતંત્ર શોધકર્તાનાં રૂપમાં જે વ્યક્તિ તેના પ્લેટફોર્મ પર દુષ્પ્રચાર વાળી માહિતીનું નિરીક્ષણ કરીને તેમાં ઘટાડો કરવાના ઉપાયો સુચવશે તેને આ પ્રોત્સાહન રકમ આપવામાં આવશે.

મેસેજિંગ એપે આ માટે વોટ્સએપ રીસર્ચ એવોર્ડ્સ ફોર સોશિયલ સાયંસ એન્ડ મિસઇન્ફોર્મેશન નામથી અભિયાન શરુ કર્યું છે. તેમાં જે શોધકર્તાનાં પ્રસ્તાવને પસંદ કરવામાં આવશે. તેને આ રકમ શોધને આગળ વધારવા તેમજ સોફ્ટવેર તૈયાર કરવા માટે આપવામાં આવશે. તેની ડીઝાઈનને વોટ્સએપ, ફેસબુક, પોલીસી કમ્યુનીટી અને સોફ્ટવેર નિષ્ણાતોને બતાવવામાં આવશે.