loader

Breaking News


Home > National > ફેક ન્યુઝ રોકવા માટે વોટ્સએપનો મોટો નિર્ણય, હવે કરી શકાશે ફક્ત પાંચ મેસેજ ફોરવર્ડ


Foto

ફેક ન્યુઝ રોકવા માટે વોટ્સએપનો મોટો નિર્ણય, હવે કરી શકાશે ફક્ત પાંચ મેસેજ ફોરવર્ડ

July 21, 2018, 11:52 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ફેક ન્યુઝ અને અફવાઓ રોકવા માટે કેન્દ્ર સરકારની કડક કાર્યવાહી બાદ વોટ્સએપે નવા ફીચારની ટેસ્ટીંગ શરુ કરી દીધી છે. વોટ્સએપે જણાવ્યું હતું કે આ નવા ફીચરમાં કોઈ મેસેજ, ફોટો અને વિડીઓને એક વખતમાં ફક્ત પાંચ યુઝર અથવા પાંચ ગ્રુપમાં જ ફોરવર્ડ કરી શકાશે. મેસેજિંગ એપમાંથી ફોરવર્ડ બટનને હટાવવાની તૈયારી પણ ચાલી રહી છે. અત્યાર મેસેજ ફોરવર્ડ કરવાની સંખ્યા પર કોઈ પ્રતિબંધ નથી.

વોટ્સએપ પોતાનાં ફેક ન્યુઝ વેરીફીકેશન ટૂલ 'Verificado' ને આ વર્ષની આખરે યોજાનારા મધ્યપ્રદેશ, રાજસ્થાન, છતીસગઢ અને મિઝોરમ વિધાનસભા ચુંટણીમાં ઉપયોગમાં લેશે. આ બાદ તેને ૨૦૧૯ લોકસભા ચુંટણીમાં પણ વાપરવામાં આવશે જેથી કરીને વોટીંગ પર ફેક ન્યુઝની અસર ના પડે. ઉલ્લેખનીય છે કે વોટ્સએપ પર ફેક ન્યુઝને કારણે ઘણા લોકો મોબ લીન્ચિંગનાં શિકાર બન્યાં છે તેમજ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારબાદ સરકારે આ અંગે વોટ્સએપને અફવા અને ફેક ન્યુઝ ફેલાતા અટકાવવા માટે સુચના આપી હતી.