loader

Breaking News


Home > Gujarat > શું તમે ક્યારે પીધી છે રૂપિયા 185ની એક ગ્લાસ છાશ, કૌભાંડ આવ્યું સામે


Foto

શું તમે ક્યારે પીધી છે રૂપિયા 185ની એક ગ્લાસ છાશ, કૌભાંડ આવ્યું સામે

May 28, 2018, 1:10 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : દેશમાં એક પછી એક કૌભાંડોનું મૌજુ ફરી ઉઠ્યુ છે. એપ્રિલ મહિનાની શરૂઆત સાથે કૌભાંડોમાં એક છાશ કૌભાંડ પણ સામે આવ્યુ હતુ. જ્યા એક કાર્યક્રમ પાછળ થયેલા ખર્ચમાં રૂપિયા 45 હજારની છાશનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. જેનો એક ગ્લાસ રૂપિયા 185નો હતો.



મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ કાર્યક્રમ પાછળ કરોડોનાં ખર્ચા કરવામાં આવ્યા છે. જામનગર રોડ પર આવેલી પોલીસ હેડ ક્વાટર્સ સામે વાલ્મિકી સફાઇ કામદાર યોજનાનાં લાભાર્થીઓને સબસિડી ચેક આપાયા હતા, જ્યા લગભગ રૂપિયા 45 હજારની છાશનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. જેમા 243 લોકોને 45 હજાર છાશ વિતરણ કરવામાં આવી હતી. તે જોતા એક ગ્લાસ 185 રૂપિયાનો થાય છે. આ કાર્યક્રમમાં લાભાર્થી માત્ર 193 હતા અને અધિકારીઓ સહિત કુલ 243 થયા હતા. ત્યારે આટલુ ઉચું બિલ જોતા ભ્રષ્ટાચારની સુગંધ છલકાઇ રહી હોવાનું સુત્રોએ જણાવ્યુ હતુ.