loader

Breaking News


Home > Bollywood > પદ્માવતી ફિલ્મ ક્યારે થશે રિલીઝ, યુવા વર્ગમાં ફિલ્મને લઇને વધી રહી છે ઉત્સુક્તા


Foto

પદ્માવતી ફિલ્મ ક્યારે થશે રિલીઝ, યુવા વર્ગમાં ફિલ્મને લઇને વધી રહી છે ઉત્સુક્તા

Jan. 3, 2018, 7:15 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં ચાલી રહેલી ફિલ્મ પદ્માવતી ક્યારે રિલીઝ થશે તે સવાલ આજે યુવા વર્ગમાં ઉભો થયો છે. સુત્રો કહે છે સેંસર બોર્ડે ફિલ્મમાં અમુક બદલાવ કરી રિલીઝ કરવાની મંજુરી આપી દીધી છે.



યુવા વર્ગમાં આ ફિલ્મને લઇને ઘણી ઉત્સુક્તા જોવા મળી રહી છે. જો કે હવે પદ્માવતી ફિલ્મને લઇને વકરેલો વિવાદ શાંત દેખાઇ રહ્યો છે. સુત્રો કહે છે કે તેની પાછળનું મુળ કારણ ફિલ્મમાં કરવામાં આવેલ બદલાવ છે, ફિલ્મનું ઘુમર સોંન્ગમાં પણ બદલાવ થવાની પુરી શક્યતાઓ દેખાઇ રહી છે. હવે ફિલ્મનાં નિર્માતા રિલીઝ ડેટ નક્કી કરવા પર વિચાર કરી રહ્યા છે. જો કે આ પહેલા ફિલ્મ 1 ડિસેમ્બરે રિલીઝ થવાની હતી જે વિવાદોમાં ફસાતા તેની રિલીઝ ડેટને આગળ ખેંચવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ સેંસર બોર્ડે ફિલ્મનું નામ બદલીને પદ્માવત કરવાનો આદેશ આપ્યો છે. મળતી માહિતી મુજબ પદ્માવતી ફિલ્મ 9 ફેબ્રુઆરીએ રિલીઝ થઇ શકે છે.