loader

Breaking News


Home > National > જયારે તોડવા વાળી તાકતો હાવી થઇ જાય છે ત્યારે યોગ જોડે છે : PM મોદી


Foto

જયારે તોડવા વાળી તાકતો હાવી થઇ જાય છે ત્યારે યોગ જોડે છે : PM મોદી

June 21, 2018, 10:03 a.m.
      Whatsapp   

માનવમિત્ર, દેહરાદુન : આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેહરાદુનનાં ફોરેસ્ટ રીસર્ચ ઇન્સ્ટીટયુટમાં યોગ કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીની સાથે લગભગ ૫૫ હજાર લોકોએ પણ યોગ કર્યો હતો. આ નિમિતે PM મોદીએ દેશવાસીઓને યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેઓએ જણાવ્યું હતું કે યોગ માણસ, સમાજ, પરિવાર અને દેશને જોડીને રાખે છે. સાથે સાથે તેઓએ જણાવ્યું હતું કે યોગથી માણસનું મન શાંતિ રહે છે.

PM મોદીએ યોગ વિશે જણાવતા કહ્યું હતું કે યોગને કારણે ભારતને એક અલગ ઓળખ મળી છે. તેઓએ કહ્યું હતું કે આજે જ્યાં જ્યાં ઉગતા સૂર્યની સાથે સુરજની કિરણો પહોંચી રહી છે, પ્રકાશનો વિસ્તાર થઇ રહ્યો છે ત્યાં ત્યાં લોકો સૂર્યની સ્વાગત યોગથી કરી રહ્યા છે. યોગ સુંદર છે કારણ કે તે જેટલો પ્રાચીન છે તેટલો જ આધુનિક પણ છે તેમ નરાન્દ્ર મોદીએ જણાવ્યું હતું.