loader

Breaking News


Home > Gujarat > સાબરમતી નદીમાં વિકરાળ લીલ, ગંદકીથી પોલ્યુશનનું સોલ્યુશન ક્યારે?


Foto

સાબરમતી નદીમાં વિકરાળ લીલ, ગંદકીથી પોલ્યુશનનું સોલ્યુશન ક્યારે?

Feb. 27, 2018, 8:23 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : આપણા દેશમાં નદીને એક માતાની જેમ પૂજવામાં આવે છે. પરંતુ શું આપણે તે માતાને સ્વસ્થ રાખીએ છીએ? આ અત્યારનો એક મોટો સવાલ છે. આ વાત ગુજરાતની સાબરમતી નદીની છે. ગુજરાતને મોડલ સ્ટેટ તરીકે ઘણીવાર રજૂ કરવામાં આવે છે પરંતુ સચ્ચાઇ કઇક અલગ જ દેખાઇ રહી છે. ગુજરાતની સાબરમતી નદીમાં પ્રદૂષણની માત્રા ઝડપથી વધી રહી છે. ગુજરાતમાં એવી 20 નદીઓ છે કે જેમા પ્રદૂષણનું પ્રમાણ વધુ નજરે ચડ્યુ છે. એક આંકડા મુજબ દેશમાં સોથી વધુ પ્રદૂષિત નદીઓ હોય તેવા રાજ્યમાં ગુજરાતનું સ્થાન ચોંથુ છે.




કેન્દ્ર સરકારે બહાર પાડેલ એક અહેવાલમાં આ ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. ગુજરાતમાં સૌથી ખરાબ હાલતમાં સાબરમતી નહીનું નામ મોખરે છે. તેટલુ જ નહી આ ઉપરાંત નર્મદા નદીની પણ કઇક એવી સ્થિતિ નજરે ચડી છે. જો કે આ અંગે કેન્દ્ર સરકારે ખાસ નિર્ણયો લીધા છે, જેમાં છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતની સાબરમતી અને મિંઢોળા નદીનાં પ્રદૂષણને અટકાવવા રૂ. 200 કરોડ ફાળવવામાં આવ્યા છે. જો આંકડાની વાત કરીએ તો યુપીમાં ગંગા નદીને રૂ.917.24 કરોડ, પશ્ચિમ બંગાળને 411.26 કરોડ અને બિહારને 216.46 કરોડનું ફંડ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવ્યુ છે. દેશની મોટાભાગની નદીઓમાં પ્રદૂષણ વધવાનું એકમાત્ર કારણ મોટા ઉદ્યોગો કે જે પોતાનો જમા કચરો નદીઓમાં નાખી નદીને વધુ પ્રદૂષિત બનાવે છે, તેવો જ હાલ ગુજરાતની સાબરમતી નદીનો છે. આ પ્રકારનાં ઉદ્યોગો પર તંત્ર આંખ આડા કાન કરી રહ્યુ છે.



દેશમાં સ્વચ્છતાનું બિગૂલ વગાડી રહેલી કેન્દ્ર સરકાર ગુજરાતની નદીઓને પહેલા સ્વચ્છ બનાવે તેવુ જનમુખે ચર્ચાઇ રહ્યુ છે. કેન્દ્રમાં મોદી સરકારનાં આવ્યા બાદ સ્વચ્છતાનાં સ્લોગન ઉપર વધુ ભાર આપવામાં આવે છે, જો દેશમાં ખરેખર સ્વચ્છતા લાવી હોય તો સ્લોગન નહી પરંતુ કામ મહત્વનું ઘણી શકાય.