loader

Breaking News


Home > Gujarat > મુખ્યમંત્રી જ્યાં બેસે છે તે સ્વર્ણીમ સંકુલ-૧ની બહાર ભુવો પડી ગયો


Foto

મુખ્યમંત્રી જ્યાં બેસે છે તે સ્વર્ણીમ સંકુલ-૧ની બહાર ભુવો પડી ગયો

July 5, 2018, 2:31 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતમાં વરસાદની ઋતુની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ગુજરાતના તમામ જિલ્લા તાલુકાઓની રખેવાળી કરતી સરકાર જ્યાં સ્વર્ણીમ સંકુલ- ૧માં બેસે છે. ત્યાં જ ભુવો પડ્યો પડતા ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે કોન્ટ્રાક્ટરો અને માર્ગ મકાન તથા પાટનગર યોજનાની મીલીભકત કેવી હશે કે રોડ કામમાં પણ ઝીણવટભરી કોઈ જ પ્રકારની ગંભીરતા લીધી નથી અને લાખોના બિલો પાસ કરી દીધા હશે. ત્યારે આવી જિલ્લા તાલુકામાં શુ પરિસ્થિતિ હશે તેનો ચિતાર મેળવો જરૂરી છે.

પ્રાપ્ત સુત્રોથી મળેલ માહિતી મુજબ સ્વર્ણીમ સંકુલ-૧માં મુખ્યમંત્રી વિજયરૂપાણી, ડે. મુખ્યમંત્રી નીતિન પટેલથી લઈને મોટા ભાગના કેબીનેટ મંત્રીઓની અહીંયા કા૪ર્યલયો આવેલા છે અને સોમથી બુધવાર સુધીમાં અનેક અરજદારો આવતાં હોય છે. ત્યારે હજુ વરસાદની સીઝન શરૂ થઈ છે. ત્યાં ગુજરાતના પાટનગર એવા સ્વર્ણીમ સંકુલ- ૧માં ભુવો પડતાં તંત્રની કેટલી બોદી કામગીરી છે તેનો ખ્યાવ આવે છે.

તંત્રની બોદી કામગીરીમાં કોન્ટ્રાક્ટરો અને જે તે વિભાગ કચેરીઓના ઈજનેરોની પણ મીલીભગત છતી થાય છે. કચેરીના ઈજનેર દ્વારા રોડ રસ્તા ચકાસણી કરી હશે અને સર્ટીફીકેટ આપ્યા બાદજ બિલો પાસ થયા હસે તેમાં કોઈ શંકાને સ્થાન નથી ત્યારે સ્વર્ણીમ સંકુલ-૧માં પહેલાં જ વરસાદે ભુવો પાડી દીધો હોય તો પાટનગરના માર્ગો કેટલા સલામત ગણાય ? - સ્વર્ણીમ સંકુલ-૧માં રોજબરોજ હજારો અરજદારો આવતાં હોય છે. ત્યારે અહીંયા કોઈ લોડીંગ વાહનો આ રસ્તેથી ચાલતા નથી અને ફક્ત મુખ્યમંત્રી, ડે. મુખ્યમંત્રી, મંત્રીઓ, આઈએએસ, આઈપીએસ અધિકારીઓ, ધારાસભ્યોની ફક્ત ગાડીઓ ત્યાંથઈ પસાર થાય અને અહીંયાથી જ પીકઅપ કરે, લોડીંગ વાહનમાં ભુવો પડી જાય તો કોન્ટ્રાક્ટરના કામ કેટલા નબળા છે તે ઉજાગર થઈ રહ્યા છે.