loader

Breaking News


Home > Gujarat > બનાસકાંઠામાં મગફળીનો પાક થયો જ નથી તો ૪૦૦ કરોડની મગફળી આવી ક્યાંથી : ગેનીબેન ઠાકોર


Foto

બનાસકાંઠામાં મગફળીનો પાક થયો જ નથી તો ૪૦૦ કરોડની મગફળી આવી ક્યાંથી : ગેનીબેન ઠાકોર

Aug. 20, 2018, 11:33 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ભાભર : બનાસકાંઠાનાં ભાભરમાં ગઈકાલે કોંગ્રેસ દ્વારા ખેડૂત સંમેલન યોજાયું હતું.આ ખેડૂત સંમેલનમાં વાવનાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા આક્ષેપ કર્યા હતા. ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે ૪૦૦ કરોડનાં મગફળી કાંડનો રેલો બનાસકાંઠા સુધી લંબાયો છે. ગતવર્ષે ભારે પુરને કારણે બનાસકાંઠામાં ખેતીનો પાક ધોવાઈ ગયો હતો તેમજ હજુ સુધી ખેડૂતોને તેના વિમાની રકમ મળી નથી.

વધુમાં ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે બનાસકાંઠા જીલ્લામાં મગફળીનો પાક થતો નથી તો આ ૪૦૦ કરોડની મગફળી અહી કઈ રીતે આવી. ભાભરમાં યોજાયેલ ખેડૂત સંમેલનમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષનાં નેતા પરેશ ધાનાણી તેમજ જગદીશ ઠાકોર ઉપસ્થિત રહ્યાં હતા. અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ ભાજપ સરકારને આડેહાથ લઈને આકરા પ્રહાર કર્યા હતા.