loader

Breaking News


Home > Health > શું નિયમિત ફેસિયલ કરાવવું જરૂરી છે, જાણો


Foto

શું નિયમિત ફેસિયલ કરાવવું જરૂરી છે, જાણો

June 7, 2018, 10:24 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : નિયમિત રીતે ફેસિયલ કરાવવું ખૂબ પૂરતી ઊંઘ બનાવશે વધારે સુંદર મહત્વનું છે. તમે બ્યુટીપાર્લરમાં કરાવો કે પછી તમે જાતે કરો. એનાથી ત્વચાનો કલર, ટેક્ષ્ચર અને ટોન સુધરે છે. ટિસ્યુમાં ઉષ્માનો વધારો થતાં સરક્યુલેશન સારું થાય છે. ક્રીમને લીધે ત્વતા મુલાયમ બને છે. ત્વચાનાં છિદ્રો ખૂલે છે. સાફ થાય છે. ત્વચાનાં ક્લિન્સિંગ માટે ઘણીબધી પ્રોડક્ટ ઉપલબ્ધ છે. ૩૦ વર્ષ બાદ દર મહિને એકવાર ફેસિયલ કરાવવું જરૂરી છે. જ્યારે ૫૦ વર્ષ કરતાં વધુ ઉંમર ધરાવનાર માટે ત્રણ અઠવાડિયે એકવાર ફેસિયલ જરૂરી છે.




મસ્કરાથી તકલીફ

હંમેશાં પ્રતિષ્ઠિત કંપનીના ગુણવત્તાવાળા કોસ્મેટિક્સ ખરીદવાના રાખો. નિમ્નકક્ષાના કોસ્મેટિક્સને પરિણામે ખૂબ નુકસાન થાય છે. ખરીદતી વખતે એ પણ જુઓ કે કોસ્મેટિક્સ બે વર્ષ કરતાં જૂનાં ન હોય. તદુપરાંત કોસ્મેટિક્સને સ્વચ્છખાનામાં અને સીધા સૂર્યનાં કિરણો ના પડતા હોય એવી જગ્યાએ મૂકવાનું રાખો. મસ્કરા વેન્ડમાં હવા ના રહે એ રીતે પંપ કરીને મસ્કરાની બોટલ બંધ કરશો. કેમ કે વેન્ડની અંદર જા હવા ભરાઈ જશે તો તેનાથી મસ્કરા સુકાઈ જશે અને તેમાં બેક્ટેરિયા ઉત્પન્ન થવાનો સંભવ થશે. પરિણામે મસ્કરામાંથી વાસ આવશે. જો એવું કંઈ પણ થાય તો એનો ઉપયોગ તરત અટકાવી દેશો. એના લીધે આઈ ઇન્ફેક્શન થઈ શકે છે.

શેમ્પૂની એલર્જી

લીમડાનાં પાનને સૂકવીને તેનો પાઉડર (બારીક ભૂકો) બનાવી બે કપ પાઉડર લેવો. ૫૦૦ ગ્રામ ચણાનો લોટ, ૫૦૦ ગ્રામ શિકાકાઈ પાઉડર લેવો. ૧૨૫ ગ્રામ સેન્ડલવુડ પાઉડર લેવો. બધું મિક્સ કરી એરટાઈટ કન્ટેઈનરમાં ભરી લેવું. વાળ ભીના કરવા. તૈયાર કરેલું મિશ્રણ ૧ કપ લઈને પાણી ઉમેરી પેસ્ટ બનાવવી આ પેસ્ટ માથામાં વાળ લગાવી અને મસાજ કરવો. પછી સાદા પાણીથી વાળ ધોઈ નાંખવા.