loader

Breaking News


Home > Health > કયો જ્યુસ તમારા સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક, જાણો


Foto

કયો જ્યુસ તમારા સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક, જાણો

May 26, 2018, 1:56 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સ્કિનની શાઈનિંગ યથાવત રાખવા ઈચ્છો છો તો જ્યુસ પીવાથી બહુ ફાયદો થશે. પણ એ પહેલાં એ જાણવું બહુ જરૂરી છે કે તમારી સ્કીન માટે ક્યુ જ્યુસ સારું રહેશે. વાંચો નીચેની વિગતો...



ગાજરનું જ્યુસ : ગાજરમાં વિટામીન એ સારી માત્રામાં હોય છે. તે શુષ્ક અને કરચલીવાળી ત્વચા માટે અત્યંત ફાયદાકારક હોય છે. વાસ્તવમાં આવી ત્વચાને વિટામીન એની ઘણી જરૂર હોય છે. ગાજરમાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે જે ત્વચાના સ્નાયુ મજબૂત બનાવે છે. એટલું જ નહીં ઉંમરની સાથે વધતાં પિગ્મેન્ટનેશનને રોકવામાં પણ તે અત્યંત કારગર છે.

લેમન જ્યૂસ : આવી ત્વચાને હંમેશા ડિટોક્સિફાઈ કરવાની જરૂર પડે છે. લીંબુમાં લીવરને ડિટિક્સફાઈ કરવાની ક્ષમતા હોય છે. જેનાથી કોમ્પ્લેશન સાફ થાય છે. લીંબુના રસને મધમાં મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી પણ તેની રંગત નિખરે છે.

ટોમેટો જ્યુસ : તૈલિયા ત્વચા માટે ટામેટાનો રસ પીવો બહુ ફાયદાકારક છે. તે ખીલનો મૂળમાંથી ખાતમો બોલાવે છે એટલું જ નહીં, અલ્ટ્રા વાયોલેટ કિરણો સામે તે ત્વચાને સુરક્ષિત રાખવામાં પણ મદદ કરે છે. ટામેટાના રસમાં મહેલા લીકોપીન એન્ટિઓક્સિડેન્ટની જેમ કામ કરે છે.

કાકડી-એલોવીરા : ચહેરાના ડાધાને દૂર કરવા માટે કાકડીનો રસ સૌથી વધુ ફાયદો કરાવે છે. તે ડ્રાય સ્કિનને ઠંડી બનાવે છે. આ રસ આંખો નીચેના કાળા કુંડાળાને પણ ઓછા કરે છે. તો વળી એલોવીરા જ્યુસમાં મેડિસનલ પ્રોપર્ટી હોય છે જે સ્કિનને હાઈડ્રેડ કરે છે. તે સ્કિન સેલને રીપેર કરવામાં પણ કામ લાગે છે.