loader

Breaking News


Home > National > WHO એ જાહેર કર્યું દુનિયાનાં સૌથી પ્રદુષિત શહેરોનું લિસ્ટ, ભારતનું કાનપુર સૌથી પ્રદુષિત શહેર


Foto

WHO એ જાહેર કર્યું દુનિયાનાં સૌથી પ્રદુષિત શહેરોનું લિસ્ટ, ભારતનું કાનપુર સૌથી પ્રદુષિત શહેર

May 2, 2018, 10:52 a.m.
      Whatsapp   

માનવમિત્ર, કાનપુર : દિલ્હી ભલે દુનિયાના સૌથી પ્રદુષિત શહેરોમાં સામેલ નાં હોય પરંતુ એટલી સારી હાલત પણ નથી કે તેના વખાણ કરવામાં આવે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી ગઈકાલે જીનીવામાં વિશ્વનાં સૌથી ૧૫ પ્રદુષિત શહેરોની યાદી જાહેર કરવામાં આવી હતી તેમાં ભારતનાં ૧૪ શહેરો સામેલ છે જેમાં કાનપુર પ્રથમ નંબર પર છે જયારે સૌથી પ્રદુષિત શહેરોની યાદીમાં દિલ્હી છઠ્ઠા નંબરે છે.

WHO ની રીપોર્ટ જણાવે છે કે વાયુ પ્રદુષણ મામલે ભારતનાં ૧૪ શહેરોની સ્થિતિ ભયજનક રીતે ખરાબ છે. આ યાદીમાં ઉત્તર પ્રદેશનું બીજા નંબરનું સૌથી મોટું શહેર કાનપુર પ્રથમ નંબરે છે. કાનપુર બાદ ફરીદાબાદ, વારાણસી, ગયા, પટના, દિલ્હી, આગ્રા, મુજ્જફરપુર, શ્રીનગર, ગુડગાવ, જયપુર, પતિયાલા અને જોધપુર સામેલ છે. પંદરમાં સ્થાન પર કુવૈતનું અલી સુબહ અલ સાલેમ શહેર છે.

ઉલ્લેખનીય છે કે વાયુ પ્રદુષણ મામલે દિલ્હી ૨૦૧૫ નાં રીપોર્ટમાં ચોથા નંબરે હતું જે હવે છઠ્ઠા નંબરે પહોંચી ગયું છે. WHO નાં આંકડા મુજબ ૨૦૧૦-૨૦૧૪ વચ્ચે દિલ્હીનાં પ્રદુષણ સ્તરમાં સામાન્ય સુધારો થયો છે.