loader

Breaking News


Home > Gujarat > રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં કોણ મારી શકે છે બાજી, જાણો કોને કેટલી મળશે બેઠક


Foto

રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં કોણ મારી શકે છે બાજી, જાણો કોને કેટલી મળશે બેઠક

Oct. 10, 2018, 2:02 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : આગામી વર્ષ 2019 માં દેશમાં લોકસભાની ચૂંટણી યોજાશે તેને લઈને ગુજરાતમાં પણ બંને પક્ષોએ તડામાર તૈયારીઓ આદરી લીધી છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા આગામી લોકસભાની ચૂંટણી જીતવા માટે રણનીતિ બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. સામાન્ય રીતે જોવા જઈએ તો શહેરી વિસ્તારોમાં ભાજપની મજબૂત પક્કડ છે જયારે ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસ મજબૂત પકડડ ધરાવે છે.

રાજ્યમાં ભાજપ હાલ તમામ 26 બેઠકો છે ત્યારે કોંગ્રેસ તેમાં ગાબડું પાડીને 12 થી 14 બેઠકો જીતવાની તૈયારી કરી રહી છે ત્યારે ભાજપ પણ તમામ 26 બેઠકો જાળવી રાખવાનાં મૂડમાં છે. જો કે હવે ભાજપ બધી જ બેઠકો જીતે તેવી કોઈ શક્યતા જોવા નથી મળી રહી. વિધાનસભા ચૂંટણી બાદ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભાજપ વિરોધી માહોલ બન્યો છે.

રાજ્યમાં કોંગ્રેસ સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પા઼ટણ, આણંદ, છોટા ઉદેપુર બેઠકો જીતી શકે છે જયારે ભાજપ વડોદરા, રાજકોટ, અમદાવાદ, ભાવનગર જેવી શહેરી બેઠકો જીતી શકે તેવો અંદાજ કાઢવામાં આવ્યો છે.