loader

Breaking News


Home > National > કર્ણાટકનો મુકદ્દર કોણ? આજે ફેસલો, ભાજપ માટે કપરી પરીસ્થિતિ.


Foto

કર્ણાટકનો મુકદ્દર કોણ? આજે ફેસલો, ભાજપ માટે કપરી પરીસ્થિતિ.

May 16, 2018, 2:17 p.m.
      Whatsapp   

માનવમિત્ર,કર્ણાટક:૨૦૧૯ની લોકસભણી સેમીફાઈનલ ગણાતી કર્ણાટકની આ ચુંટણીનાં પરિણામો ૨૦૧૯માંની લોકસભાની ચુંટણીની રાજકીય દિશા બદલી નાખશે. કર્ણાટકમાં ભાજપને ૧૦૪, કોંગ્રેસને ૭૮ અને જનતા દળને ૩૭ બેઠકો મળી છે.તેનાં કારણે ગઈ કાલે જ જનતા દળ અને કોંગ્રેસે ગઢબંધન કરીને પોતે કર્ણાટકમાં સરકાર બનાવશે તેવું નક્કી કર્યું હતું, રાજ્યમાં સરકાર રચવા માટે ૧૧૨ બેઠકો જોઈએ તેને કારણે કોંગ્રેસ પાસે ૭૮ અને જનતા દળ પાસે ૩૭ બેઠકો મળીને સહેલાઇથી ૧૧૫ બેઠકો થઇ જાયછે અને સ્પષ્ટ બહુમતી પણ મળી જાય છે.જેને કારણે બહુમતી બંનેને સ્પષ્ટ મળી જાય છે બનેની બેઠકો પણ ૧૧૫ થાય છે. બહુમતી માટે ૧૧૨ બેઠકો જોઈએ.હવે આ મામલે રાજ્યપાલ વજુભાઈ વાળનું વલણ કેવું રહે છે તે ખાસ જોવાનું રહેશે.

જોવાં જેવી વાત તો એ છે કે ભાજપ વર્ષ ૨૦૧૭ની ચુંટણીમાં ગોવા અને મણીપુરમાં હારી ગયું હતું છતાં પણ હાલમાં બને રાજ્યોમાં ભાજપની સરકાર છે. અરે ગોવામાં તો કોંગ્રેસ સુઈ રહી અને ભાજપે ગોવા ફોરવર્ડ પાર્ટી અને ,મહારાષ્ટ્રવાદી ગોમાંતાંક પાર્ટી અને બે અપક્ષ ઉમેદવારોને પોતની તરફ ખેચીને બહુમતી માટે ૨૧ બેઠકોનો આંક વિધાનસભામાં પસાર કરી કોંગેસને ચોકાવી દીધી હતી કોંગ્રેસે પછી સરકાર ઉથલાવવા ખુબ પ્રયાસ કર્યા પણ તેનું કઈ વળ્યું નહીં. એટલે આ વખતે કોંગ્રેસ કોઈ ચાન્સ આપવાં માંગતી હતી. એ વખતે કોંગેસ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હતી પણ ગવર્નર મૃદુલા સિંહે કોંગેસને આમંત્રણ આપ્યું નહોતું તેવું જ મણીપુર વિધાનસભાની ચુંટણી વખતે બન્યું હતું. તેવું જ ભાજપે નાગાલેંડ અને મેઘાલયમાં પોતાનો જુગાડ ખેલીને કોંગ્રસના બધાં જ દાવ ઉંધા પાડી પોતાની ગેમ રમી હતી.

હવે કર્ણાટકમાં કોંગ્રેસને ભાજપની સ્ટાઇલમાં જ મહાત આપવાની સુવર્ણ તક છે.બીજી તરફ ભાજપ જો તેની બહુમતી સાબિત ન કરી શકે તો બાદમાં કોંગેસને તક આપવામાં આવશે.કોંગ્રેસે તો જેડીએસ ને કોઈ પણ પ્રકારની શરતો વગર ટેકો પણ આપી દીધો છે.અને જેડીએસનાં વડા એલડી કુમારસ્વામીને સીએમ પદની ઓફર પણ કરી દીધી છે. કોંગેસ ગોવામાં કરેલી ભૂલ આ વખતે કરવાં માંગતી નથી ભાજપને કોઈ ટેક આપ્યા વગર તાત્કાલિક જેડીએસને ટેકો આપી દીધો હતો, હાલ કોંગ્રેસનાં નેતાં સિદ્ધારામૈયા અને જેડીએસના નેતાં કુમારસ્વામી સાથે મળીને વજુભાઈવાળાને મળવા ગયા હતા અને પોતાની સરકાર રચવાનો મજબુત દાવો કર્યો હતો જયારે બીજી તરફ યેદિયુરપ્પા પણ વજુભાઈને મળ્યાં હતાં આમ બને બાજુથી સરકાર રચાવાના દાવા થઇ રહ્યાં છે.એટલે હવે બધાની નજર વજુભાઈ તરફ ચોટેલી છે.