loader

Breaking News


Home > National > ગયા વર્ષ કરતાં મોંઘવારી થઇ ડબલ, છૂટક બાદ હવે જથ્થાબંધ મોંઘવારી દર પણ વધ્યો


Foto

ગયા વર્ષ કરતાં મોંઘવારી થઇ ડબલ, છૂટક બાદ હવે જથ્થાબંધ મોંઘવારી દર પણ વધ્યો

June 14, 2018, 2:49 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પેટ્રોલ - ડીઝલ તેમજ શાકભાજીના ભાવ વધતા મેં મહિનામાં મોંઘવારી વધીને 14 મહિનાનાં સૌથી ઊંચા સ્તરે પહોંચી છે. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ વિગત મુજબ જથ્થાબંધ મોંઘવારી દર 4.43 ટકા સુધી પહોંચ્યો છે આ પહેલા એપ્રિલમાં તે 3.18 હતો. ગયા વર્ષે આ દર 2.26 ટકા હતો.

જથ્થાબંધ મોંઘવારી દર પહેલા આવેલા આંકડા મુજબ ગ્રાહક મૂલ્ય સૂચકાંક આધાર મોંઘવારી મે મહિનામાં 4.87 ટકા સુધી પહોંચી ગયો હતો. એપ્રિલ મહિનામાં તે 4.52 ટકા હતો. છુટક મોંઘવારી દર વધવા માટે શાકભાજી અને દાળના ભાવોમાં થયેલ વધારાને કારણ બતાવવામાં આવ્યું છે. મે મહિનામાં ખાવાપીવાની ચીજોની જથ્થાબંધ મોંઘવારી દર પણ વધ્યો છે.