loader

Breaking News


Home > Health > વૃદ્ધાવસ્થામાં હાડકાઓ કેમ નબળા બને છે, રિસર્ચમાં થયો ખુલાસો


Foto

વૃદ્ધાવસ્થામાં હાડકાઓ કેમ નબળા બને છે, રિસર્ચમાં થયો ખુલાસો

Sept. 26, 2017, 7:55 p.m.
      Whatsapp   

સંશોધનકર્તાઓએ એક એવા તંત્રની ઓળખ કરી છે જે બતાવે છે કે ઘરડાઓના હાડકાઓ નબળા કેમ બની જાય છે. તેમણે એક એવા પદ્ધતિની શોધ કરી છે, જેનાથી ભવિષ્યમાં વધતી ઉંમરની સાથે હાડકાઓ નબળા થાય છે તેની સારવારમાં કામ આવી શકે.

સંશોધનકર્તાઓએ જોયુ કે ઓસ્ટિયોપેરોસિસ એટલે કે હાડકાના પાતળા હોવાના કારણે હાડકાઓ તુટવાની સંભાવનાઓ વધી જાય છે. આ તેમની એક પ્રમુખ સ્વસ્થ્ય સમસ્યા છે. ઘણીવાર આ શરતો અસ્થિ મજ્જામાં ચરબી કોશિકાઓની વૃદ્ધિ સાથે જન્મે છે. બર્મિંગહામમાં યુનિવર્સિટી ઓફ અલાબામાના પ્રોફેસર યુ-પિંગ લીની આગેવાનીમાં જાણવા મળ્યું છે કે, સીબીએફ-બીટા નામક એક પ્રોટીન હાડકાઓને બનવામાં મદદરૂપ કોશિકાઓને શરીરમાં બનાવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ઉંદરો પર કરવામાં આવેલા એક પરિક્ષણમાં જાણવા મળ્યુ કે યુવા ઉંદરોની તુલનામાં વૃદ્ધ ઉંદરોની અસ્થિ મજ્જા કોશિકાઓમાં સીબીએફ-બાટીનું સ્તર નાટકીય રુપથી ઓછું છે. આ નિષ્કર્ષ દર્શાવે છે કે, આ તંત્રમાં ખરાબી આવવાથી કોશિકાઓ હાડકાઓ બનાવવામાં મદદ કરતી બંધ કરી દે છે અને ચરબી કોશિકાઓ બનાવવામાં મદદ કરે છે. સીબીએફ-બીટા નામક પ્રોટીનને બનાવી રાખવુ માનવ આયુ સંબંધિત ઓસ્ટિયોપેરોસિસને રોકવામાં મદદ કરી શકે છે.

હાર્દિક શાહ