loader

Breaking News


Home > Gujarat > બિભત્સ ગાળો આપનાર ભાજપનાં ધારાસભ્ય સામે કેમ પગલાં નહી, કોંગ્રેસનો સવાલ


Foto

બિભત્સ ગાળો આપનાર ભાજપનાં ધારાસભ્ય સામે કેમ પગલાં નહી, કોંગ્રેસનો સવાલ

March 15, 2018, 2:52 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાત વિધાનસભામાં મારામારી અને હુમલાના પ્રકરણમાં કોંગ્રેસના ધારાસભ્યો પ્રતાપ દુધાત અને અમરીષ ડેરને ત્રણ વર્ષ માટે અને બળદેવજી ઠાકોરને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવાના વિધાનસભા અધ્યક્ષના નિર્ણયને લઇ ગુજરાત કોંગ્રેસમાં ઉગ્ર વિરોધ અને નારાજગીની લાગણી ફેલાઇ છે.

વિધાનસભા અધ્યક્ષના આ નિર્ણયના અનુસંધાનમાં ગંભીર પ્રતિક્રિયા આપતાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, અધ્યક્ષનો આ નિર્ણય પક્ષપાતી, એકતરફી અને ગેરવાજબી છે કારણે બંને પક્ષે કસૂરવાર ધારાસભ્યો વિરૂધ્ધ કાર્યવાહી થવી જાઇતી હતી. કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરાયા તો, જેમણે કોંગ્રેસના ધારાસભ્યોને ઉશ્કેર્યા અને માબહેન સામી ગાળો ભાંડી તે ભાજપના ધારાસભ્યો વિરૂધ્ધ કેમ અધ્યક્ષ દ્વારા કોઇ કાર્યવાહી કરાઇ નથી? એવો વેધક સવાલ પણ ભરતસિંહે ઉઠાવ્યો હતો.

તેમણે વિધાનસભા અધ્યક્ષ પર ગંભીર આરોપ લગાવ્યો હતો કે, વિધાનસભા અધ્યક્ષ માત્ર ભાજપ માટે જ વિધાનસભા ચલાવવામાં આવતી હોય તે પ્રકારનું વર્તન દાખવી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિધાનસભા ગૃહમાં છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસના ધારાસભ્યોને ઉશ્કેરવાનું અને બિભત્સ ગાળો આપી વાતાવરણ ડહોળવાનું ષડયંત્ર ભાજપના ધારાસભ્યો દ્વારા ચાલી રહ્યું હતું. આજે પણ ભાજપના કેટલાક ધારાસભ્યોએ કોંગ્રેસના ધારાસભ્યોને મા-બહેન સુધીની ગાળો આપતાં કોઇનું લોહી ઉકળી જાય અને પોતાની જાતને રોકી ના શકે તેટલી હદ સુધીની ભાજપના ધારાસભ્યોએ ઉશ્કેરણી કરી હતી.