loader

Breaking News


Home > Gujarat > પાટીદારોનાં તમામ કેસો પાછાં ખેચ્યાં તો દલિતોના કેમ નહીં:જીજ્ઞેશ મેવાણી


Foto

પાટીદારોનાં તમામ કેસો પાછાં ખેચ્યાં તો દલિતોના કેમ નહીં:જીજ્ઞેશ મેવાણી

March 23, 2018, 1:02 p.m.
      Whatsapp   

માનવમિત્ર,અમદાવાદ:ઉનાકાંડ બાદ દલિતોએ જે જગ્યાએ દલિત સંસ્થા, સંગઠનો, દલિત કર્મશીલોએ આંદોલન કર્યું હતું ત્યાં તેમનાં ઉપર જે પણ પોલીસ કેસો થયાં હતાં તે તમામ કેસો પરત ખેચવા સરકારે નનૈયો ભરી દીધો છે.વિધાનસભામાં જીગ્નેશ મેવાણીએ ઉઠાવેલા પ્રશ્નનો જવાબ આપતાં સરકારે જણાવ્યું હતું કે, દલિત આંદોલનોમાં ભાગ લેનાર તમામ સામે થયેલાં કેસો સરકાર પરત નહીં કરે.

ઉનાકાંડમાં દલિતોનાં અત્યાચારનો મુદ્દો આખા દેશમાં ગાજ્યો હતો.જુલાઈ ૨૦૧૬માં બનેલી આ ઘટનાનાં ખુબજ ઘેરાં પ્રત્યાઘાત પડ્યાં હતાં.ઉનાકાંડ પછી દલિતો સરકાર પર ખુબજ રોષે ભરાયા હતાં જેનાં કારણે આનંદીબેનને રાજીનામું આપવાની ફરજ પડી હતી.ત્યારપછી જે કાંઈ આંદોલનો સરકાર વિરુદ્ધ થયાં તેમાં ઘણાં દલિત કર્મશીલો વિરુદ્ધ પોલીસકેસ નોધાવવામાં આવ્યાં હતાં ત્યારે આજે ગુજરાત વિધાનસભામાં વડગામનાં ધારસભ્ય જીગ્નેશ મેવાણીએ સવાલ ઉઠવ્યો હતો કે, દલિત આંદોલનમાં દલિતો વિરુદ્ધ પોલીસ કેસ પાછા ખેચવા સરકારે નિર્ણય કર્યો છે કે કેમ તે સાચું છે તેનાં જવાબમાં સરકારે નનૈયો કર્યો ભણી દીધો છે.જીજ્ઞેશ મેવાણીએ એવો આક્ષેપ સરકાર પર મુક્યો કે અમુક કિસ્સામાં કર્મશીલો પર પોલીસે ખોટા કેસો કર્યા છે.

જો અનામત આંદોલન વખતે પાટીદારો વિરુધ્ધ સરકારે તમામ કેસો પાછાં લઇ લીધાં હોય તો સરકાર દલિતોનાં કેસો કેમ પાછાં નથી લેતી જીગ્નેશ મેવાણીએ આ સાથે સીધો સરકાર પર આક્ષેપ કર્યો હતો કે સરકાર દલિત વિરોધી નીતિ ધરાવે છે.સરકારની દલિત વિરોધી નીતિ હવે ખુલ્લી પડી ગઈ છે.