loader

Breaking News


Home > Gujarat > સરકાર, સંચાલકોની મીલીભગત ન હોય તો સરકારી શાળાઓ નવી ડીઝીટલ કેમ બનાવતી નથી?


Foto

સરકાર, સંચાલકોની મીલીભગત ન હોય તો સરકારી શાળાઓ નવી ડીઝીટલ કેમ બનાવતી નથી?

Jan. 12, 2018, 8:05 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : મોંઘુદાટ શિક્ષણે તો ગુજરાતનાં મધ્યમ વર્ગની કેડ ભાંગી નાખી છે, ત્યારે બીજી બાજુ સરકારી શાળાઓ પણ મરણ-પથારીએ ફેરવી દીધી છે, જેમાં વાલીઓ દ્વારા જણાવેલ કે, 22 વર્ષનાં ભાજપનાં શાસનમાં નવી કેટલી શાળાઓ બનાવવામાં આવી? અને બંધ કેટલી થઇ? તો અમદાવાદ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ આંકડામાં શાળાઓ બંધ થઇ ગઇ હોવાના ચોંકાવનારા રીપોર્ટો પણ આવ્યા છે, ત્યારે અમદાવાદ શહેરમાં પણ મહાનગર પાલિકા દ્વારા સંચાલિત શાળાઓ પણ બંધ થવાના આરે આવી ગઇ છે.



વાલીઓ દ્વારા ભારે આક્રોશ આજરોજ શાળાનાં બાળકો અને વાલીઓએ પાડેલી હડતાલમાં સ્પષ્ટ જોવાતો હતો, ત્યારે શાળાનાં સંચાલકો ગુજરાત હાઇકોર્ટનાં હુકમનો જો અનાદર કરીને સુપ્રિમકોર્ટ સુધી ઘા નાંખતા હોય તો સરકાર આ શાળા સંચાલકોને સીધા કરવા નવી ડીઝીટલ શાળાઓ બનાવવાની જાહેરાત કેમ કરતી નથી? તેવો વાલીઓ દ્વારા આક્રોશ જોવા મળ્યો હતો.