loader

Breaking News


Home > Health > કંન્ડિશનર વાળમાં લગાવવું કેમ છે જરૂરી, જાણો


Foto

કંન્ડિશનર વાળમાં લગાવવું કેમ છે જરૂરી, જાણો

May 23, 2018, 12:45 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : વાળની ઉપરનું આવરણ એકબીજા પર બરોબર ચોંટેલા પડનું બનેલું હોય છે. આ પડને વધારે પડતા સૂર્યતાપ, ધૂળ, અવારનવાર લગાડાતા હેરપેક, મહેંદી અથવા કેમિકલ ટ્રીટમેન્ટ્‌સ જેવી કે પિમન્ગ, હેર, કલરિંગ અથવા સ્ટ્રેટનિંગ અથવા વધારે પડતા બ્રશિંગ, વાળમાં રોલર્સનો વધારે પડતો ઉપયોગ તેમજ હેર ડ્રાયર્સથી નુકસાન પહોંચતું હોય છે. તેના પરિણામે વાળ, નિસ્તેજ, સુંવાળાપણું તેમજ ચમક ગુમાવે છે. કંન્ડિશનર વાળના પડ ઉપર એક પ્રકારની નરમાશ તેમજ ઉપર એક પ્રકારનું આવરણ ઊભું કરે છે. આથી જા વાળ ધોયા બાદ તમારા વાળ રફ લાગતા હોય તો તમારે ત્યારે કંન્ડિશનર ફરજિયાતપણે કરવું જોઈએ.



ત્વચા પાછળ રોજે રોજ સમય ફાળવી ન શકતા હોવ તો અઠવાડિયામાં એક વાર રજાના દિવસે તમે તમારા ચહેરાને ક્લિન્સિંગ મિલ્કથી ક્લિન્ઝ કરી શકો છો. ત્યારબાદ તમારા ચહેરા પર સારી મસાજ ક્રીમથી મસાજ કરાવો. હવે ફેશિયલ સ્ક્રબ લઈને તમારા ચહેરા પર લગાવો. તથા ચહેરો ધોયા બાદ તેની ઉપર ફેસ પેક લગાવવો. તમે આ ફેસ પેક સામગ્રીને ભેળવીને ઘરે જ બનાવી શકો છો. એક છીણેલો બટાકો, એક ટી સ્પૂન લીંબુનો રસ હવે તેમાં મધના થોડાંક ટીંપા નાંખવા અને બરાબર મિક્સ કરવું. આ મિશ્રણ તમારા ચહેરા પર ૧૫ મિનિટ સુધી લગાવી રાખવું પછી ચહેરાને ધોઈ લેવો. જા તમારી પાસે આ પેક તૈયાર કરવાનો સમય ન હોય તો તમે સારી બ્રાન્ડેડ કંપનીના ફેસપેક પણ વાપરી શકો છો. નિયમિત દિવસે પૂરો થતાં મેકઅપ ખાસ દૂર કરવો અને ચહેરાનું ક્લિન્ઝીંગ રૂટીન ભૂલ્યા વગર કરવું. તમે આના માટે તૈયાર મળતાં પાઉડરનો પણ ત્વચાને ક્લીન કરી શકો છો. એક ચમચી મેથી પાઉડર, ચપટી હળદર અને ૩ ટી સ્પૂન અટામણ લઈને મિક્સ કરેલી પેસ્ટ અને તેમાં દહીં નાંખવું. આ મિશ્રણથી તમારે ચહેરાને ક્લિન્ઝ કરવો. આ મિશ્રણ તમારી ત્વચાને દરરોજ પોષણ આપે છે.

સૂકી ત્વચા માટે જરૂરી સૂચનો અતિશય ઠંડકભર્યા વાતાવરણમાં, ગરમ વાતાવરણમાં, સૂકા વાતાવરણમાં તેમજ ગરમ ડ્રાયરના ઉપયોગથી વાળ સૂકા બની જતા હોય છે. સામાન્ય રીતે સૂકા વાતાવરણમાં તમારી માથાની ત્વચાને નુકસાન પહોંચે છે. આ ત્વચા એકદમ સૂકી, ખોડાવાળી અને ખૂબ જ ખેંચાયેલી રહે છે. તથા ખંજવાળ આવે છે. સૌપ્રથમ ત્વચા પરથી ખોડાની ફોતરીઓને બ્રશ વડે દૂર કરવી. ત્યારબાદ એકદમ હળવું મોઈશ્ચરાઈઝરયુક્ત શેમ્પૂ લગાવ્યા પહેલા વાળમાં હુંફાળું તેલ લગાવવું જાઈએ. તમારી ત્વચામાં દરરોજ મસાજ કરવાથી તેમાં સ્ફૂર્તિ રહે છે અને લોહીનું પરિભ્રમણ સારું રહે છે તથા મજબૂત બને છે. તમે વૈકલ્પિક રીતે એન્ટિડેન્ડ્રફનો ઉપયોગ કરી શકો છો. જા તમારા વાળ એકદમ સૂકા લાગતા હોય તો કંન્ડિશનરનો ઉપયોગ કરવો જાઈએ. સૂકી ત્વચામાં મોઈશ્ચરાઈઝીંગ માટે તમે ઘરમાં જ સારો પેક બનાવી શકો છો. આ પેક માટે એક ટી સ્પૂન દ્રાક્ષ ક્રશ કરેલી લેવી તેમાં ગુલાબજળ નાંખવું અને બરાબર હલાવીને ત્વચા પર આનાથી મસાજ કરવો. સારા ક્લિન્ઝર માટે થોડું મોંઘું મિલ્ક ક્રિમ, થોડુંક હુંફાળું ગરમ કરેલું ત્વચાને સહન થાય તેવું મધ મિલાવી ત્વચા પર લગાવવું. ૧૫ મિનિટ રાખ્યા બાદ ધોઈ નાંખો. આમ તમારી ત્વચા એકદમ નરમ બનશે. આ પ્રક્રિયા અઠવાડિયામાં એક વખત જરૂર કરવી.