loader

Breaking News


Home > National > કાશ્મીરી પત્રકાર શુજાત બુખારી કેમ હતા આતંકીઓના નિશાન પર ?


Foto

કાશ્મીરી પત્રકાર શુજાત બુખારી કેમ હતા આતંકીઓના નિશાન પર ?

June 15, 2018, 4:08 p.m.
      Whatsapp   

માનવમિત્ર, શ્રીનગર : કાશ્મીરના પ્રખ્યાત પત્રકાર, સંપાદક શુજાત બુખારીની ગુરુવારે શ્રીનગરમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. તેઓ પ્રેસ કોલોની સ્થિત પોતાની ઓફિસથી એક ઈફ્તાર પાર્ટીમાં સામેલ થવા જઈ રહ્યા હતા ત્યારે તેમની પર હુમલાખોરોએ ગોળીઓ ચલાવી હતી.

શુજાત બુખારી શ્રીનગરના પત્રકાર હતા અને તેમને ખીણ સાથે જોડાયેલ મુદ્દાઓના નિષ્ણાત ગણવામા આવતા હતા. તેઓએ દુનિયાના ઘણા પ્રતિષ્ઠિત મીડિયા સંગઠનો માટે કોલમ લખી હતી. તેઓ શ્રીનગરના ખબર રાઇઝિંગ કાશ્મીરના એડિટર ઈન ચીફ હતા. શુજાતે કાશ્મીર ટાઈમ્સથી પોતાની કેરિયરની શરુ કરી હતી. તેઓ સતત કાશ્મીર અને ભારતીયતા સાથે જોડાયેલા મુદ્દા ઉપાડતા હતા અને આતંકવાદનો વિરોધ કરતા હતા.